સમાચાર

ખેતીવાડીમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીની સમયમર્યાદા વધારો : પરેશ ધાનાણી

ખેતીવાડીમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીની સમયમર્યાદા વધારો

રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. ર

અમરેલીનાં ધારાસભ્‍ય અને રાજયનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ વિભાગ દ્વારા ખેડૂતોને ખેતીવાડી, પશુપાલન, બાગાયતી, મત્‍સ્‍યોદ્યોગ, જમીનને લગતી ખેતીવાડીની 39 યોજનાઓ તથા બાગાયતની 8પ મળી કુલ 1ર4 યોજનાઓ ઉપર નાની-મોટી સહાય મળે, અને આ સહાય મેળવવા માટે રાજયનાં ખેડૂતે ઓનલાઇન ભભઆઇ ખેડૂત પોર્ટલભભ ઉપર તા. 30/4/ર0ર0 સુધીમાં અરજી કરવાની અને તેઓનલાઇન અરજીની પ્રિન્‍ટ કાઢીને તાલુકા કક્ષાએ જમા કરાવવાની કાર્યરીતી અમલમાં છે.

ચાલુ વર્ષમાં વાયરસની મહામારીનાં કારણે સમગ્ર દેશમાં તા. ર4/3/ર0ર0 થી લોકડાઉન છે અને હાલમાં પણ ચાલુ છે તેમજ આ સ્‍થિતિ કયારે પૂર્વવત થાય તે કહેવું મુશ્‍કેલ છે.

આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા તા. 1/3/ર0ર0 થી તા. 30/4/ર0ર0ની હતી પરંતુ, આ સમય દરમ્‍યાન લોકડાઉનની સ્‍થિતિનાં હિસાબે રાજયનાં ખેડૂતો સહાય મેળવવા માટે સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકયા નથી અને કોઇ ખેડૂત દ્વારા અરજી કરેલ હોય તો તેની પ્રિન્‍ટ કાઢીને પણ તાલુકા કક્ષાએ લોકડાઉનનાં કારણે જમા કરાવી શકેલ નથી.

સબબ રાજયનાં ખેડૂતોનાં હિતની ખેતીવાડી તથા બાગાયતને લગતી યોજનાઓના નિયમોનુસાર મળતા લાભથી રાજયનાં ખેડૂતો લોકડાઉનનાં કારણે નિયત થયેલ સમય મર્યાદામાં અરજી નહીં કરી શકવાથી વંચિત રહી ગયેલ છે. જેથી રાજયના ભભઆઇ ખેડૂત પોર્ટલભભ ઉપર ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદામાં 6 માસનો મુદ્‌ત વધારો કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!