સમાચાર

અમરેલીનાં ગજેરા શૈક્ષણિક સંકુલની બિનઅનામત કેટેગરીની વિદ્યાર્થીનીનું ભોજન બીલ ચૂકવી દો

હોસ્‍ટેલ વિભાગનાં નિયામક વલ્‍લભભાઈ રામાણીની માંગ

અમરેલીનાં ગજેરા શૈક્ષણિક સંકુલની બિનઅનામત કેટેગરીની વિદ્યાર્થીનીનું ભોજન બીલ ચૂકવી દો

રાજય સરકારે અનેક વિદ્યાર્થીનીનાં રૂપિયા 1રહજાર બાકી રાખ્‍યા છે

અમરેલી, તા.ર

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આવેલ હોસ્‍ટેલ નિવાસી સ્‍ટુડન્‍ટ ધો. 9, 10, 11, 1રની વિદ્યાર્થીનીઓને બિનઅનામત કેટેગરીની વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી વરસે 1ર000 ભોજન બીલ સહાય પેટે મળે છે. ગત શૈક્ષણિક વર્ષના ઘણી વિદ્યાર્થીનીઓના ખાતામાં આ રકમ આવેલ નથી. આ સાંપ્રત સમયમાં લોકડાઉનના સમયમાં જરૂરિયાત મંદ લોકોને મદદની સરવાણી ચાલુ છે તો ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે આવતા શૈક્ષણિક વર્ષની ફી ઉપરોકત સહાયથી ભરી શકાય તેમ છે તો અમરેલી સંકુલ હોસ્‍ટેલ વિદ્યાર્થીનીઓ હોસ્‍ટેલમાં ર000 વિદ્યાર્થીનીઓ આ લાભથી વંચિત છે. તો યોગ્‍ય કરી વિદ્યાર્થીનીઓ આવતા શૈક્ષણિક વર્ષથી પોતાની શિક્ષણ યાત્રા ચાલુ રાખી શકે તો તાત્‍કાલિક ગ્રાન્‍ટ ફાળવી યોગ્‍ય કરશો તેમ સંસ્‍થાની હોસ્‍ટેલ વિભાગના વડા વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!