સમાચાર

અમરેલી જિલ્‍લામાં કમૌસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકોને વ્‍યાપક નુકસાન : હિરપરા

અમરેલી, તા.ર9

અમરેલી જિલ્‍લામાં કમૌસમી વરસાદના હિસાબે ખેતી પાકોમાં નુકસાની થતા ખેડૂતો મુશ્‍કેલીમાં મૂકાયા છે. અમરેલી જિલ્‍લામાં પડેલા કમૌસમી વરસાદના હિસાબે બાગાયતી પાક કેરી ખરી જવાથી અને આંબાના ઝાડ પવનના હિસાબે પડી જવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. ધારી તાલુકાના વીરપુર અને ગીર કાંઠાના ગામોમાં આંબાના વૃક્ષો પડી જવાની ઘટના અંગે અમરેલી જિલ્‍લા ભાજપ મંત્રી હિતેષ જોશી દ્વારા જરૂરી સર્વે કરવા રજૂઆત કરવામાં આવી છે. જે બાબતે અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ રાજયના કૃષિમંત્રી આર.સી. ફળદુ અને જિલ્‍લાના પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહજી જાડેજા, કેન્‍દ્રીય મંત્રી રૂપાલાને રજૂઆત કરી યોગ્‍ય સર્વે કરી મદદરૂપ થવા માંગ કરી છે.

ખાંભા તાલુકાના અનિડા ગામે ખેતીવાડીમાં રહેતા ખેત મજૂરો વરસાદ અનેપવનથી રક્ષણ મેળવવા માટે વૃક્ષના ઝાડના ઓથ નીચે બેઠા હતા તેવામાં વૃક્ષ પડવાથી બે ખેત મજૂરોના મૃત્‍યુ થતા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ ફીંડોળીયા, યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, અરવિંદભાઈ ચાવડા હોસ્‍પિટલે પહોંચી મજૂર પરિવારને સાંત્‍વના આપી હતી. આ ઘટના પ્રત્‍યે જિલ્‍લા વહીવટી તંત્રનું ઘ્‍યાન અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ દોરીને મુખ્‍યમંત્રી રાહત ફંડમાંથી મદદ કરવા જણાવ્‍યું છે.

આમ જિલ્‍લામાં પડેલા કમૌસમી વરસાદ બાબતે રાજયના કૃષિ વિભાગના ખેડૂતોને મદદરૂપ થવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યું છે.

error: Content is protected !!