સમાચાર

ગુજકોમાસોલનાં માઘ્‍યમથી કાલથી ચણા-રાયડાની ટેકાનાં ભાવે ખરીદી

મુખ્‍યમંત્રી સાથે પૂર્વ કૃષિમંત્રીની બેઠક યોજાઇ

ગુજકોમાસોલનાં માઘ્‍યમથી કાલથી ચણા-રાયડાની ટેકાનાં ભાવે ખરીદી

કૃષિમંત્રી આર.સી. ફળદુ પણ વીસીમાં જોડાયા

અમરેલી, તા. ર9

રાજયની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા ગુજકોમાસોલના માઘ્‍યમથી આગામી તા. 1 મે ના રોજ ગુજરાત રાજયના વિવિધ કેન્‍દ્રો પરથી ચણા અને રાયડાની ખરીદ પ્રક્રિયા હાથ ધરાનાર હોય તે અંગેના આયોજન અંગે વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યોજેલ મીટીંગમાં પૂર્વ કેબીનેટ મંત્રી-ગુજકોમાસોલના ચેરમેન અને ખેડૂત અગ્રણી દિલીપ સંઘાણી ભાગ લીધેલ.

કોરોના સંક્રમણને કારણે વિડીયો કોન્‍ફરન્‍સથી યોજાયેલ આ મહત્‍વપૂર્ણ સરકારી અને સહકારી મીટીંગમાં નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત મંત્રીઓ કૃષિમંત્રી આર.સી. ફળદુ, ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સહકાર મંત્રી ઇશ્‍વરભાઇ પટેલે કોન્‍ફરન્‍સમાં ભાગ લીધો વાતચિંતમાં જોડાયા હતા.

error: Content is protected !!