સમાચાર

અમરેલી 181ની ટીમે પરપ્રાંતીય મહિલાની વ્‍યથા સમજી મદદ કરી પતિ સાથે માથાકુટ થતાં દીકરી સાથે ચાલી નીકળી હતી

પરપ્રાંતીય મહિલાને કયાંથી આવી તેની ખબર નથી

અમરેલી 181ની ટીમે પરપ્રાંતીય મહિલાની વ્‍યથા સમજી મદદ કરી

પતિ સાથે માથાકુટ થતાં દીકરી સાથે ચાલી નીકળી હતી

અમરેલી, તા.ર8

અમરેલી 181માં એવો ફોન આવેલ કે એક મહિલા અમારા ગામમાં આવી ગયા છે. કાંઈ બોલતા નથી તમે એમની મદદ કરો. ત્‍યારે 181 અભયમની ટીમે કોઈ પણ સવાલ કર્યા વગર આ બેન પાસે પહોંચી તેની સાથે એક નાની દીકરી છે અને બેન હાલ ગર્ભવતી છે. કંઈક પરેશાન હોય એવું દેખાય છે એ બેન આ ગામના કે આજુબાજુના ગામના હોય એવું એમને જોતા લાગ્‍યું નહીં. એ બેનને પાસે બેસી વાત કરતા બેન કાંઈક બોલે એ પહેલા એમની આંખોના આંસુએ તેમની પરેશાની વ્‍યકત કરી. ત્‍યારે 181ના કાઉન્‍સેલર રોબીના બ્‍લોચે એ બેનને પાણી આપી પહેલા શાંત થઈ જાવ આપ નિરાંતે વાત કરીશું તમે શાંતિથી મારી પાસે બેસો. થોડો સમય લીધા બાદ આ મહિલાએ પોતાની આપ વીતી પહેલેથી માંડીને કરી.

મને ખબર નથી હું કયાંથી હાલીનેઆવી છું. પતિ મઘ્‍યપ્રદેશથી ગુજરાત ખેત મજૂરી કરવા માટે આવેલ અને મને સાથે લાવેલા. મારે એની સાથે પ્રેમ હતો એટલે જયાં માતા પિતાએ લગ્ન કરાવેલ ત્‍યાંથી અલગ થઈ આ મારા પતિ સાથે લગ્ન કર્યા છે. પરંતુ મારી આ નાની દીકરી એ મારા પહેલા પતિની છે. અને આ ઘરવાળો બહુ માર મારે છે. સારી રીતે રાખતો નથી. જેના લીધે મારી સાથે ઝઘડો કર્યો ત્‍યાં આજુબાજુમાં વાડી ખેતરમાં કોઈ હતું નહીં. મને મારી દીકરીની અને મારી સલામતી ન લાગતા હું ત્‍યાંથી મારા પતિની જાણ વગર મારો ને મારી દીકરીનો જીવ બચાવી ચાલતા ચાલતા નીકળી ગઈ છું. આ બેન સાથે વધુ વાત કરતા તેઓ હાલ મઘ્‍યપ્રદેશના છે ગુજરાતી ભાષા થોડી સમજી શકે છે, બોલી શકતા નથી. બેનને હાલ તબીબી સારવાર, આશ્રય અને એમના ઘર સુધી પહોંચે ત્‍યાં સુધી સલામતી આપવા આ બેનને અમરેલીમાં સ્‍થિત સખી વન સ્‍ટોપ સેન્‍ટરમાં 181 દ્વારા મૂકવામાં          આવેલ છે.

આમ પરપ્રાંતીય મહિલા જે ન તો કયાં છે એ ખબર છે ના એ ગુજરાતી ભાષા સમજે છે એવી હેરાન પરેશાન અને પગપાળા પોતાનો જીવ બચાવી નીકળેલ મહિલા વધુ કોઈ મુશ્‍કેલીમાં મૂકાય એ પહેલા 181 તેની મદદે આવી પહોંચી આ બેન તેમના ઘર સુધી પહોંચી જાય તે માટે હાલ અમરેલી જિલ્‍લામાં પરપ્રાંઓને તેમના વતન પહોંચાડવામાટેની વ્‍યવસ્‍થા અધિકારી સાથે વાત કરી બેનની મુશ્‍કેલી જણાવી તેમના જવા માટેની આગળની કાર્યવાહી વિશે ચર્ચા કરવામાં આવેલ છે. બેન સહિ સલામત તેના ઘરે પહોંચી જાય એ તજવીજ હાથ ધરાઈ છે.

error: Content is protected !!