સમાચાર

અમરેલીમાં બ્રહ્મસમાજ દ્વારા ઘરે-ઘરે ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી

અમરેલીમાં શનિવારે સમસ્‍ત બ્રહ્મસમાજ ઘ્‍વારા ભગવાન પરશુરામ જયંતીની ઘરે-ઘરે આસ્‍થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભુદેવોએ રાત્રીનાં 8-1પ કલાકે ઘરે-ઘરે એક જ સમયે દીપ પ્રાગટય કરીને એકતાનો સંદેશ આપેલ હતો. જિલ્‍લા બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયન ત્રિવેદી, ભાજપ અગ્રણી દિલીપ સંઘાણી, બ્રહ્મસમાજ અગ્રણી તુષાર જોષી, ભગીરથ ત્રિવેદી અને ભાજપ અગ્રણીકૌશિક વેકરીયા સહિતનાં આગેવાનોએ સપરિવાર ભગવાન પરશુરામની આશિર્વાદ મેળવ્‍યા હતા.

error: Content is protected !!