સમાચાર

અમરેલીનાં કમિગઢ સહિતનાં ગામોમાં વિતરણ કરાયેલ રેશનનું અનાજ ગુણવત્તા વગરનું

સરકાર ગરીબ પરિવારોને અન્‍યાય કરતી હોવાનો આક્ષેપ

અમરેલીનાં કમિગઢ સહિતનાં ગામોમાં વિતરણ કરાયેલ રેશનનું અનાજ ગુણવત્તા વગરનું

જિલ્‍લાનાં સેવાભાવી અગ્રણીએ કલેકટરને રજૂઆત કરી

અમરેલી, તા. રપ

કોરોનામાં લોકડાઉન સમયે લોકોને મફત રાશન આપવામાં આવી રહૃાું છે. ત્‍યારે અમરેલીના કમિગઢમાં રાશનની દુકાનમાં અપાતું રાશન જાનવરોને પણ ન આપી શકાય એવું છે. ત્‍યારે કલેકટર અમરેલીને વોટસએપ ઘ્‍વારા ફોટો મોકલી        તેમજ અધિક કલેકટરને ફરિયાદ    કરતા તપાસમાં અમરેલીથી અધિકારીઓ આવ્‍યા છતાં હજુ પણ એવી જ હાલત છે.

સરકાર લોકોને મદદ કરી રહી છે કે મજાક એ નથી સમજાતું. ચૂંટણી સમયે લોકોના મત લેવા માટે કરોડો રૂપિયા વેડફી નાખતી સરકાર આજ મદદ સમયે લોકોની મજાક કરી રહી છે. ત્‍યારે કમિગઢના લોકોની ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી. ગામના સરપંચ પણ આંખ આડા કાન કરીને બેઠા છે. લાગી રહૃાું છે કે આ મહામારી તો લોકોનો ભોગ લેશે પણ ભૂખથી અને સરકારી બદ નીતિથી કેટલાય પોતાનો જીવ ગુમાવશે. આવી પરિસ્‍થિતિમાં લોકો નકકી નથી કરી શકતા કે આ સરકાર દેશના અમીરોની છે કે તમામ દેશવાસીઓની માત્ર મત પુરતો જ આ ગરીબ સમાજ સરકારને ઘ્‍યાને આવે છે અને માત્ર મત લેવા માટે જ સરકાર જીવવા માટે રાશન આપીરહી છે પણ માણસ અને જાનવરમાં કોઈ ફરક સમજતી નથી.

error: Content is protected !!