સમાચાર

ચાવંડ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો

ચાવંડ, તા. રપ

પ્રા.આ. કેન્‍દ્રચાવંડના ડો. મુકેશસિંહના માર્ગદર્શન નીચે ચાવંડના જા.દેરડી પીપળવા આંબરડી શે.પીપરીયા નારાયણનગરમાં રશીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોરોનાની મહામારીનું ઘ્‍યાન રાખતા સોશ્‍યલ ડીસ્‍ટન્‍સિંગ જાળવી રાખતા લાભાર્થીઓને અગાઉથી મોબાઇલથી જાણકારી આપી ડયુ લીસ્‍ટ બનાવી અને સાકરુમાલ સાથે માસ્‍ક પહેરી સ્‍થળ પર આવવા જણાવેલ. ત્‍યાં આવ્‍યા બાદ પ્રથમ લાભાર્થીને ડેટોલથી હાથ ધોવાની વ્‍યવસ્‍થા કરેલ તેમજ સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ સેશન સ્‍થળ પર પ્રવેશ આપી રશીકરણ કરી લાભાર્થીને અલગ બેસાડી કોરોના અંગે માર્ગદર્શન આપેલ આમ સમગ્ર કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરેલ.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુ. ડો. કીર્તીબેન ફાર્માસિસ્‍ટ અનુભાઇ સુપરવાઇઝર, ભરતભાઇ સીએઓ ગૌતમભાઇ, પ્રભાતભાઇ તેમજ એફએચડબલ્‍યુ જલ્‍પાબેન તમન્‍નાબેન માલતીબેન, વૈશાલીબેન, નમ્રતાબેન તથા મેલવર્કર ભાઇઓ, વૈભવસિંહ, વસિમભાઇ, કશ્‍યપભાઇ, નયનભાઇ, આશાબહેનો તેમજ ફેસીલેટર બહેનો ડ્રાઇવર જયસુખભાઇ વગેરેએ જહેમત ઉઠાવેલ. આ સાથે જા.દેરડી ખાતે લેબ ટેક શીતલબેન દ્વારા ર1 સગર્ભા બહેનોની જરૂરી લેબોરેટરી ત્‍યાં જ કરી આપવામાં આવેલ.

error: Content is protected !!