સમાચાર

તળાવ ઊંડા ઉતારવાની સાથોસાથ ખેડૂતોને રેતી, મોરમની મંજુરી આપો : ધારાસભ્‍ય ઠુંમરની માંગ

તળાવ ઊંડા ઉતારવાની સાથોસાથ ખેડૂતોને રેતી, મોરમની મંજુરી આપો

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય ઠુંમરની માંગ

અમરેલી, તા. ર4

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં પ્રેસ મિડીયા મારફત સુજલામ સુફલામ યોજના તળે 10 જૂન સુધી તળાવ ઊંડા ઉતારવાની કામગીરીની સરકાર મંજુરી આપી રહી છે તેવા સમાચારો પ્રસિઘ્‍ધ થયા છે. હાલ કોવીડ-19 કોરોના અંતર્ગત લોકડાઉનના કારણે ખેડૂતોને પોતાની ખેતીની કામગીરીમાં ભારે અડચણ આવે છે, ખેતીમાંછુટછાટ આપવા છતાં અસ્‍પષ્‍ટ છુટછાટના કારણે ખેડૂતો પોતાનું ખેતીકામ તેમજ સમારકામ કરાવી શકતા નથી. હાર્ડવેર તેમજ ખેતીને લગતા સાધનો મેળવવામાં પણ મુશ્‍કેલી ઉભી થઈ છે. ગુજરાતમાં 1પ જૂન આસપાસ ચોમાસુ બેસી જતું હોય છે તે તમામ સંજોગોને ઘ્‍યાને લઈ જિલ્‍લા વહીવટી તંત્ર મારફત ખેતીકાને લગતા મોરમ, માટી ઉપાડવા માટે અમુક જગ્‍યાએ નકકી કરી ખેડૂતોને છુટછાટ આપવા તાકી જરૂરિયાત છે.

વધુમાં જણાવેલ છે કે, ચોમાસુ નજીક આવતુ હોય ખેડૂતો, નાના મજુરવર્ગ તેમજ મઘ્‍યમવર્ગને પણ નાનુ-મોટું પોતાનું મકાન રીપેરીંગ કરવું જરૂરી છે પરંતુ સિમેન્‍ટ, રેતી તેમજ હાર્ડવેર ન મળવાને કારણે આ રીપેરીંગ માટે ભારે મોટો અવરોધ ઉભો થયો છે. લોકડાઉન 3 મે સુધી સારાય દેશ અને ગામડાઓમાં હોય ત્‍યારે આપના લેવલેથી તમામ જિલ્‍લા વહીવટીતંત્રને ખેડૂતો પોતાના રોજગાર માટે તેમજ દેશના લોકો માટે અનાજ, તૈલી ઉત્‍પાદન તેમજ કઠોળ ઉત્‍પાદનનું મહત્‍વનું પાસુ છે તેના મારફત તેઓ રોજગાર પણ મેળવતા હોય છે. ગત ચોમાસાના કારણે પોતાની ખેતીન જમીનનું ધોવાણ તેમજ જમીન સમતળ માટે પોતાની જમીન ધોવાણી છે તે માટે મોરમ લઈને રીપેરીંગ કરતા હોય તો પણ પોલીસ તેમના ટ્રેકટરને અટકાવી દંડ કરે છે.

વધુમાં જણાવેલ છે કે, તેઓ ખરેખર ખનીજ ચોરી કરતાનથી પરંતુ કાયદાકીય રીતે પ્રક્રિયા ન હોવાને કારણે ટ્રેકટર જપ્‍ત થાય છે અને રોયલ્‍ટીના મોટા દંડ થાય છે. એક તો ખેડૂત કોરોનાને કારણે ગભરાયેલો છે ઉપરાંત પોલીસ ઘ્‍વારા આવી કનડગતના કારણે ખેતીકામ કરતા ડરી રહૃાા છે. રાજયના અને દેશના હીત માટે આવી કામગીરી માટે છુટછાટ આપવી જરૂરી છે. તેમ ન થાય તો ભવિષ્‍યમાં રાજયને ભરપાઈ ન થઈ શકે તેવું મોટુ નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. ત્‍યારે કડક નિયમોને બદલે સરળ નિયમો કરી ઉપર દર્શાવ્‍યા તમામ વર્ગો પોતાનું ખેતીકામ, સમારકામ કરવા માટે ભયભીત ન રહે તે માટે રસળ નિયમો બનાવી છુટછાટ આપવા રજૂઆત કરૂં છું. ખેડૂત પોતાના ખેતર સમતળને ધોવાણ થતું અટકાવવા નકકી થયેલ જગ્‍યાએથી માટી મોરમ ઉપાડશે તો ભવિષ્‍યમાં પાણીનો સંગ્રહ થઈ શકશે. નાના ચેકડેમો, વિલેજટેંક તેમજ વરસાદનું પાણી સમુદ્રમાં જતું અટકશે. જમીન રીચાર્જ થવાથી કાયમી ફાયદો થશે. તો આ બાબતે તુર્ત જ નિર્ણય કરી જિલ્‍લા વહીવટી તંત્રને તાકીદે સુચન કરશો તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!