સમાચાર

ચણા વધારે મીઠી જાત હોવાથી જીવાત પડવાની પૂરેપૂરી શકયતા

પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડની રજૂઆત

ચણા વધારે મીઠી જાત હોવાથી જીવાત પડવાની પૂરેપૂરી શકયતા

કોલ્‍ડ સ્‍ટોરેજમાં સંગ્રહ કરવા માંગ કરી

અમરેલી, તા.ર4

રાજયના પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડે મુખ્‍યમંત્રી રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત રાજયમાં હાલમાં ચણાની ખરીદીનું કામ કરવાનું છે. તો ચણા વધારે મીઠી જાત હોવાથી તેમાં જીવાત પડવાની પૂરેપૂરી શકયતા હોય છે. તો અત્‍યારે જે સરકાર દ્વારા ચણાની ખરીદી કરવામાંઆવે છે. તેમાં ચણાના સ્‍ટોરેજ માટે હાલ રાજયના મોટા ભાગના કોલ્‍ડ સ્‍ટોરેજ ખાલી છે. કોલ્‍ડસ્‍ટોરેજની અંદર ચણા બે વર્ષ સુધી યથાવત સ્‍થિતિમાં રહે છે. અને જયારે સરકારને ચણા વેચવા હોય ત્‍યારે દાળ મીલની કંપનીઓ ચણાની ખરીદીમાં ગોડાઉનના ચણા કરતા કોલ્‍ડસ્‍ટોરેજના ચણાના સો રૂપિયા કિવન્‍ટલે વધુ આપી ખરીદી કરે છે. અત્‍યારે રાજયમાં પપ0 કોલ્‍ડસ્‍ટોરેજ છે. તેમાંથી 80 ટકા જેટલા ખાલી છે. અત્‍યારે ગોડાઉન અને કોલ્‍ડસ્‍ટોરેજના ભાડામાં કોઈ ડીફરન્‍સ હોતો નથી. કોલ્‍ડસ્‍ટોરેજમાં પ0 કિલો ચણા મૂકવામાં આવે તો તેની ડીલેવરી વખતે પ0 કિલોની જગ્‍યાએ પ1 કિલો માલ આવે છે. એટલે કે કોલ્‍ડસ્‍ટોરેજની અંદર જથ્‍થો પૂરો જળવાઈ રહે છે. ખૂબ અગત્‍યની વાત તો એ છે કે સરકારે ખરીદી કરેલ ચણામાં જીવાતો અને ઉંદરો જેવી કોઈ મુશ્‍કેલી કોલ્‍ડસ્‍ટોરેજમાં રહેતી નથી. અને દેશમાં ઉત્‍પાદિત થયેલ કઠોળમાં જીવાત, ફુગ કે સડી જવાનો પ્રશ્‍ન રહેતો નથી. જેથી નેશનલ લોસ થતો નથી. તે ખૂબ અગત્‍યનું છે. અને સરકારે ખરીદેલ ચણા બજારમાં પણ પૂરા ભાવથી વેચી શકે તે પણ અગત્‍યનું છે. જેથી સરકારને પણ ખેડૂતોના ટેકાના ભાવે ખરીદેલા ચણામાં નુકસાની ન થાય તે પણ કોલ્‍ડસ્‍ટોરેજના લીધે લાભ થાય તેમ હોય, તો આ બાબતે કોલ્‍ડસ્‍ટોરેજ બાબતનો નિર્ણય લેવા અંતમાં માંગ    કરેલછે.

error: Content is protected !!