સમાચાર

અમરેલીમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ

સર્જન કોટેક્ષ-અમરેલી અને દેસાઈ કોટેક્ષ-ચિતલ ખાતે નોંધણી શરૂ

અમરેલીમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ

કપાસની વીઘાદીઠ 1પ મણ અને વધુમાં વધુ ર00 મણની ખરીદી રૂપિયા 10પ6થી રૂપિયા 1100માં કરાશે

કપાસની ખરીદી બુધવારથી શનિવાર સુધી સવારે 9થી બપોરનાં ર સુધી કરાશે

ખેડૂતોએ કપાસનું વેચાણ કરવા માટે સીસીઆઈનાં મો.નં. 96646 91983 પર નોંધણી કરાવવી પડશે

અમરેલી, તા. ર3

અમરેલી માર્કેટયાર્ડ ઘ્‍વારા એક અખબાર યાદીમાં જણાવેલ છે કે, હાલનાં કોરોનાં મહામારીનાં સમયમાં દેશમાં લોકડાઉન હોય ખેડૂતોને પોતાના ખેત ઉત્‍પન્‍ન વેચાણ માટે પડતી તકલીફને ઘ્‍યાને લઈ કેન્‍દ્ર અને રાજય સરકાર ઘ્‍વારા ખેડૂતોના ખેત ઉત્‍પન્‍નનું ખરીદ-વેચાણ થઈ શકે અને ખેડૂતોની મુશ્‍કેલીઓ દૂર થાય તે માટે આપેલ સુચના મુજબ સીસીઆઈ ઘ્‍વારા તેના નકકી કરેલા કેન્‍દ્ર (1) સર્જન કોટેક્ષ, કેરીયા રોડ, અમરેલી અને (ર) દેસાઈ કોટેક્ષ, ચિતલ (અમરેલી) પર કપાસનું રજીસ્‍ટ્રેશન કરી કપાસની ખરીદી નકકી કરેલ ધારાધોરણ મુજબ કરવામાં આવશે. ખેડૂતોએ પોતાનો કપાસ વેચવા માટે પ્રથમ સીસીઆઈનાં મોબાઈલ નંબર 96646 91983 પર રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં સીસીઆઈનાં ધારાધોરણ અને શરતો મુજબ કપાસ વીઘા દિઠ 1પ મણ અને વધુમાં વધુ ર00 મણ સુધી ખરીદ કરવામાંઆવશે અને કપાસની ભાવ ગુણવત્તા મુજબ ર0 કિલોનાં (એક મણનાં) રૂપિયા 10પ6થી રૂપિયા 1100 સુધીનો રહેશે. ખેડૂતોએ પોતાનો કપાસ વેચવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવા માટે સવારે 9-00 થી બપોરનાં ર-00 વાગ્‍યા સુધી આપેલ મોબાઈલ નંબર પર રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. સીસીઆઈ ઘ્‍વારા કપાસની ખરીદી દર બુધવારથી શનિવાર સુધી સવારનાં 9-00 થી ર-00 વાગ્‍યા સુધી કરવામાં આવશે.

વધુમાં માર્કેટયાર્ડ અમરેલી ઘ્‍વારા જણાવેલ છે કે, મસાલા પાક જેવા કે, ધાણા અને જીરૂની હરરાજીની કામગીરી આગામી તા. ર7/4/ર0ર0થી માર્કેટયાર્ડ અમરેલી ખાતે શરૂ કરવામાં આવશે અને તેના માટે સંસ્‍થાનાં ફોન નં. (0ર79ર) ર9પપપપ પર ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવ્‍યા સિવાયનાં કોઈપણને પ્રવેશ આપવામાં આવશે નહીં.

error: Content is protected !!