સમાચાર

પોલીસને હવે તમાકુ, બીડી પણ ઝડપવી પડે છે

એક તરફ વ્‍યસનીઓ અને વેપારીઓ બીજી તરફ પોલીસ ટીમ

અમરેલી જિલ્‍લામાં દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ઝડપતી પોલીસને તમાકુ, બીડી પણ ઝડપવી પડે છે

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનાં જાહેરનામાનાં ભંગ બદલ વધુ એક યુવક ઝડપાયો

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લામાં સામાન્‍ય રીતે પોલીસ વિભાગ ઘ્‍વારા દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ કોવિડ-19ને લઈને હવે પોલીસને બીડી, સોપારી, તમાકુને પણ ઝડપવા પડે છે.

દરમિયાનમાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનાં પોલીસ ઈન્‍સ્‍પેકટર વી.આર. ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ બી.એમ. વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અમરેલી શહેરમાં પટેલ બેકરી સામે એક ઈસમ મોઢા પર માસ્‍ક ન પહેરી ચોરી છુપીથી સોપારી, તમાકુ તથા સીગરેટનું વેચાણ કરી અમરેલીજીલ્‍લામાં બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરતો હોય જેને કુલ કિંમત રૂા. 91પના સોપારી, તમાકુ, સીગરેટના મુદામાલ સાથે પિયુષ કોલડીયાને પકડી તેના વિરૂઘ્‍ધમાં અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

error: Content is protected !!