સમાચાર

અમરેલીનાં ડી.એમ., એસપી અને ડીડીઓની કામગીરીની કે. કૈલાસનાથે પણ નોંધ લીધી

ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબાર સાથેની વાતચીતમાં

અમરેલીનાં ડી.એમ., એસપી અને ડીડીઓની કામગીરીની કે. કૈલાસનાથે પણ નોંધ લીધી

ટોચનાં મીડિયા જૂથમાં પણ અહેવાલ પ્રસિદ્ધ થયા

અમરેલી, તા.રર

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક મહિનામાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો ન હોય તે બદલ અમરેલીના ડી.એમ. આયુષ ઓક, ડીડીઓ તેજસ પરમાર અને એસ.પી. નિર્લિપ્‍ત રાયની કામગીરીની સુવાસ સમગ્ર રાજયમાં અને દેશમાં ફેલાઈ રહી છે.

રાજયના ટોચના સનદી અધિકારી કે. કૈલાસનાથને જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર સાથેની વાતચીતમાં અમરેલી જિલ્‍લાના કોરોનાની પ્રવેશબંધીના કારણો જાણ્‍યા હતા અને ઉપરોકત ત્રણેય અધિકારીઓએકરેલ ઉમદા કામગીરીની નોંધ લીધી હતી. અને રાજયના તમામ અધિકારીઓ માટે અમરેલીના ઉચ્‍ચ અધિકારીઓ પ્રેરણારૂપ બન્‍યા હોવાનું સ્‍વીકાર્યું હતું. તદ્‌ઉપરાંત, રાજયના અન દેશના ટોચના અખબારોમાં પણ જિલ્‍લાના ઉપરોકત અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હોય જિલ્‍લાના ઉપરોકત ત્રણેય અધિકારીઓએ સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધાર્યું હોવાનું ડો. કાનાબારે જણાવેલ છે.

error: Content is protected !!