સમાચાર

વન્‍ય પ્રાણીઓ માટે આયા મૌસમ બહારોં કા

સમગ્ર દેશ અને રાજયમાં કોરોના વાઈરસની મહામારીના કારણે લોકડાઉન ચાલી રહયું હોવાથી મોટા ભાગે લોકો લોકડાઉનનો ચૂસ્‍ત અમલ કરી રહયા હોવાથી રોડ રસ્‍તા સુમસામ બન્‍યા છે. તેવા સમયે લીલીયાના ક્રાંકચ, શેત્રુંજી અને ગાગડીયો નદી આસપાસનાવિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં સિંહો કાયમી વસવાટ કરી રહયા છે. તે પૈકીના એક ગૃપમાં સાવજો લીલીયા, ક્રાંકચ માર્ગ પર હળવાશની પળમાં લટાર મારતા હોવાનું કેમેરામાં કેદ થઈ જવા પામેલ. અત્રે ઉલ્‍લેખનીય છે પાછલા કેટલાક દિવસથી ચાલી રહેલ લોકડાઉનના કારણે લોકોની અવર જવર બંધ થતા સિંહો સહિતના વન્‍ય પ્રાણીઓ શાંતિનો અહેસાસ કરી રહયા હોવાનું મનાઈ રહયું છે.

error: Content is protected !!