સમાચાર

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લી. તરફથી ખેડૂતોને મળી રહી છે ઉત્તમ સુવિધા

અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક જીલ્‍લામાં પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે. જીલ્‍લામાં ખેડૂતોને ખેતિ વિષયક ધિરાણ પુરૂ પાડવામાં આ બેંક હંમેશા અગ્રેસર રહેલ છે. બેંકનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીનાં નૈતૃત્‍વમાં સતત પ્રગતિ કરી રહેલ છે. બેંકની નાણાકીય સઘ્‍ધરતામાં તો બેંક અગ્રેસર છે જ પરંતુ સાથોસાથ કોરોનાની મહામારી છે અને દેશભરમાં લોકડાઉન છે તે પરિસ્‍થિતીમાં બેંકનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી ર્ેારા ખેડૂતોને ધિરાણ મેળવવામાં કોઈપણ પ્રકારની મુશ્‍કેલી ન પડે તે માટે જરૂરી વ્‍યવસ્‍થા કરવાનાં શાખાઓને આદેશ આપવામાં આવેલ છે. બેંક તરફથી ખેડૂતોને ઝડપથી કે.સી.સી. ધિરાણ મળી રહે તેઅંગેની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત એન.ઈ.એફ.ટી./ આર.ટી.જી.એસ., શાખા અને મંડળી લેવલે માઈક્રો એ.ટી.એમ., રૂપે કે.સી.સી. કાર્ડ, મોબાઈલ બેંકીંગ અને લોકર ભાડે આપવા જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ખેડૂતો સરકારની ગાઈડ લાઈન્‍સ મુજબ સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ જાળવે તે માટે પણ જરૂરી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઉનાળાની ગરમીમાં ખેડૂતો માટે છાંયડાની વ્‍યવસ્‍થા, આર.ઓ.નાં ઠંડા પાણીની વ્‍યવસ્‍થા અને લીંબુ શરબતની વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવેલ છે. બેંક તરફથી કેટલાક ખેડૂતો પાસેથી બેંક તરફથી આપવામાં આવતી સુવિધા બરાબર છે કે કેમ અને તેમના અન્‍ય કોઈ સજેશનો હોય તો માંગવામાં આવેલ હતા જેથી બેંક હજુ પણ ખેડૂતો અને ગ્રાહકોને સારી સુવિધા આપી શકે. જે અંતર્ગત ધારી અને ચલાલા શાખાનાં ખેડૂતો નૈમિષભાઈ વિરડીયા, રોહીતભાઈ માલવીયા, બિપીનભાઈ કોટડીયા, લલીતભાઈ જાદવ, સુરેશભાઈ ગોંડલીયા, મનિષભાઈ સાપરીયા, કેતનકુમાર રાજા, શુભમ સેજપાલ, ગોરધનભાઈ ગેડીયા અને હનુભાઈ વાળા તરફથી બેંક ર્ેારા ઉતમ સુવિધા મળે છે તે અંગેના ફીડબેક મળેલ છે. તેમ બેંકનાં જનરલ મેનેજર(સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયાની યાદી જણાવે છે.

error: Content is protected !!