સમાચાર

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરનાર 143 શખ્‍સો વિરૂઘ્‍ધ ફરિયાદ

54 વાહનો ડીટેઈન કરવામાં આવ્‍યા

અમરેલી, તા. 17

કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઈ વાહનો લઈને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટાફેરા મારતા 48 ઈસમો સામે બગસરા, વડીયા, સાવરકુંડલાટાઉન, જાફરાબાદ મરીન, જાફરાબાદ, ધારી, બાબરા, ખાંભા, સાવરકુંડલા રૂરલ, અમરેલી સીટી, અમરેલી તાલુકા, રાજુલા અને ચલાલ પોલીસ સ્‍ટેશનમાં પ4 ગુન્‍હાઓ રજી. કરાવવામાં    આવેલ છે.

અમરેલી સીટીના જાહેર રસ્‍તાઓ પર સક્ષમ અધિકારીની પરવાનગી વગર બિનજરૂરી આંટાફેરા મારી જાહેરનામાનો ભંગ કરતા નેત્રમ કમાન્‍ડ કંટ્રોલના એએનટીઆર કેમેરામાં ઝડપાઈ ગયેલ 1 ઈસમ સામે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશમાં ગુન્‍હો રજી. થયેલ છે.

બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્‍થળોએ ભેગા થઈ ટોળા વળી, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં 44 ઈસમો સામે લીલીયા, વડીયા, સાવરકુંડલા ટાઉન, દામનગર અને અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં 11 ગુન્‍હા રજી. થયેલ છે.

માસ્‍ક પહેર્યા વગર તથા સેનીટાઈઝર સાથે નહી રાખી મુસાફરી કરતાં મળી આવી જાહેર આરોગ્‍ય સાથે ચેડા કરતાં 3 ઈસમો વિરૂઘ્‍ધ વંડા તથા લાઠી પોલીસ સ્‍ટેશનમાં ર ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્‍ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ર ઈસમો વિરૂઘ્‍ધ રાજુલા તથા નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં 3 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

દુકાનો, મોલ ખુલ્‍લા રાખી, લારીઓ ફેરવી, ટોળા ભેગા કરી, સેનીટાઈઝર કે માસ્‍કની વ્‍યવસ્‍થા નહી રાખીજાહેરનામાનો ભંગ કરતા ર ઈસમો વિરૂઘ્‍ધ સાવરકુંડલા ટાઉન તથા અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ર ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

અસરગ્રસ્‍ત વિસ્‍તારોવાળા જિલ્‍લામાં અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરતાં 36 ઈસમો વિરૂઘ્‍ધ લાઠી, લીલીયા, બગસરા, વડીયા, બાબરા, સાવરકુંડલા રૂરલ અને રાજુલા પોલીસ સ્‍ટેશનમાં 1પ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

હોમ કોરેન્‍ટાઈનની સુચના આપેલ હોવા છતાં જાહેરમાં નીકળી, જાહેર આરોગ્‍ય સાથે ચેડા કરી, જાહેરનામાનો ભંગ કરતા 1 ઈસમ વિરૂઘ્‍ધ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસઝ એકટ 1897ની કલમ 3 મુજબ તથા ઈપીકો કલમ ર69, ર70, 188 મુજબ 1 ગુન્‍હો રજી. કરવામાં આવેલ છે.

આમ કોરોના વાઈરસની વૈશ્‍વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ કટિબઘ્‍ધ અને સતત કાર્યશીલ છે.

error: Content is protected !!