સમાચાર

અમરેલી : પક્ષાપક્ષીથી દુર રહી રાહત રસોડાને મદદ કરવાની હોડ લાગી

વિપક્ષી નેતા પરેશ ધાનાણી પ્રેરિત રાહત રસોડાથી દરરોજ 40 હજાર વ્‍યકિતઓને ભોજન પ્રસાદ

પક્ષાપક્ષીથી દુર રહી રાહત રસોડાને મદદ કરવાની હોડ લાગી

કોઈપણ પ્રકારનાં ફોટો સેશન કર્યા વગર દરરોજ હજારો પરિવારોને ભોજન પ્રસાદ પહોંચતુ થાય છે

શહેરનાં રાજકીય, સામાજિક, સહકારી આગેવાનો તેમજ તબીબો અને બિલ્‍ડરો દ્વારા આર્થિક મદદ શરૂ થઈ

અમરેલી, તા. 1પ

અમરેલી, કુંકાવાવ, વડિયાનાં યુવા ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઘ્‍વારા લોકડાઉનની ગંભીર પરિસ્‍થિતિમાં દરરોજ 40 હજાર વ્‍યકિતઓને દરરોજ સાંજે શાક-ખીચડી પહોંચતી કરવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરવામાં આવેલ છે અને તેમના આ કાર્યથી પ્રશંસા વિશ્‍વવ્‍યાપી બની ચુકી છે.

અમરેલીનાં યુવા ધારાસભ્‍ય ઘ્‍વારા 1લી એપ્રિલથી ગજેરાપરા ખાતે આવેલ બાલમુકુંદ હોલમાં શરૂઆતમાં દરરોજ 10 વ્‍યકિતઓને સાંજના સમયે શાક-ખીચડીનો ભોજન પ્રસાદ બનાવીને તેનું વિતરણ શરૂ કરવામાં આવ્‍યું અને તેના માટે કોઈ ફોટોસેશન કરવાથી દુર રહૃાાં હતા.

બાદમાં જરૂરિયાતમંદોની સંખ્‍યામાં દરરોજ વધારો થતાં બાદમાં કુંકાવાવ અને વડિયા ખાતે પણ રાહત રસોડાનો પ્રારંભ કરવામાં આવ્‍યો અને અમરેલી, કુંકાવાવ, વડિયા અને 100 ઉપરાંતનાં ગામોમાં દરરોજ ભોજન પ્રસાદ પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્‍યું અને હાલદરરોજ 40 હજાર વ્‍યકિતઓની જઠરાગ્નિ ઠારવામાં તેઓ સફળ સાબિત થયા છે.

ધારાસભ્‍યની કામગીરીથી પ્રેરાઈને આર્થિક મદદ કરનારાઓ મેદાનમાં આવ્‍યા. નાગરિક બેન્‍કનાં પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાએ પોતે અને અન્‍ય મિત્રો પાસેથી રૂપિયા 10 લાખ જેવી માતબર રકમની ધારાસભ્‍ય પ્રેરિત રાહત રસોડાને મદદ કરીને ભામાશાઓને પણ પૂણ્‍ય કમાવવાની તક ઝડપવા અનુરોધ કર્યો છે.

ધારાસભ્‍ય પ્રેરિત રાહત રસોડાને રૂપિયા એક લાખની સહાય પી.પી. સોજીત્રાએ કરી છે. તો ભાવિન સોજીત્રા અને જયેશ નાકરાણી ઘ્‍વારા રૂપિયા ર લાખ, ડો. ભરત કાનાબાર ઘ્‍વારા પ1 હજાર, હિમાંશુ ધાનાણી ઘ્‍વારા એક લાખ, દલસુભાઈ પાનસુરીયા ઘ્‍વારા એક લાખ, જીજ્ઞેશભાઈ મારૂતિ ઘ્‍વારા એક લાખ, મોહનભાઈ નાકરાણી ઘ્‍વારા એક લાખ, ઘનશ્‍યામ રૈયાણી ઘ્‍વારા 7પ હજાર, વનરાજ પટેલ ઘ્‍વારા પ0 હજાર અને કમલેશ ગરાણીયા, રત્‍ન જોષી અને દલસુખ ખોરાસીયા ઘ્‍વારા રપ-રપ હજારની આર્થિક સહાય કરવામાં આવી છે.

અમરેલીના ધારાસભ્‍ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા લોકડાઉનના સમયમાં કોઇ ભૂખ્‍યુ સુવે નહીં તેવી નેમ સાથે સતત રસોડુ શરૂ કરેલ છે. જેમાં શહેરીજનો દ્વારા યથાયોગ્‍ય રીતે સહકાર આપી રહયા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર, ડો. હર્ષદ રાઠોડ, ડો. ચંદ્રેશ ખુટ, અમરેલીયાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા સહિતના આગેવાનો રસોડામાં શ્રમયજ્ઞ કરી, જરૂરીયાતમંદ લોકો માટે ભોજન તૈયાર કરવામાં પણ સમય ફાળવી રહયા છે.

error: Content is protected !!