સમાચાર

અમરેલી આર.ટી.ઓ. કચેરીએ જરૂરિયાતમંદ લોકોને સહાયતા કીટ અર્પણ કરી

અમરેલી, તા.10

સમગ્ર વિશ્વ કોવિડ-19ના પ્રકોપ હેઠળ જીવી રહ્યું છે. લોકડાઉનના કારણે રોજગાર ધંધા બંધ થતાં લોકો કામકાજ વગર ઘર ચલાવવા અસમર્થ બન્‍યા છે. કોરોનાના હાહાકાર વચ્‍ચે જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શન હેઠળ એ.આર.ટી.ઓ. કચેરી, અમરેલી (મોટર વાહન ખાતા) તરફથી વિધવા, દિવ્‍યાંગ, વૃઘ્‍ધોના કુટુંબની ઓળખ કરી વિસ્‍તાર પ્રમાણે જરૂરીયાતમંદ લોકોને કચેરી તરફથી સહાયતા કીટ અધિક કલેકટર એ.બી. પાંડોરના હસ્‍તે અર્પણ કરવામાં આવી છે.

આર.ટી.ઓના અધિકારી આઇ.એસ. ટાંક અને પી.આર.પઢીયારે જણાવ્‍યું હતું કે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્‍તુઓ જેવી ઘઉં, ચોખા, તેલ, મગ, ચા- ખાંડ, બટાકા, ડુંગળીની અંદાજે ર1 કિલોની એક કીટ એવી કુલ 100 કીટનું વિતરણ કરવામાં આવ્‍યું છે અને પ કિલો બટાકા અને ર કિલો ડુંગળીની કુલ પ0 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જરૂરીયાતમંદ લોકોના વધુ કુટુંબની ઓળખ કરી વધુ કીટ વિતરણ કરવામાં આવશે.  જરૂરીયાતમંદ કુટુંબને વિસ્‍તાર વાઇઝ કીટ વિતરણ કરવામાં આર.ટી.ઓ. અમરેલી સ્‍ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જિલ્લા કલેક્‍ટરે એ.આર.ટી.ઓ. કચેરી અમરેલીનીમાનવતાસભર કામગીરીને    બીરદાવી છે.

error: Content is protected !!