સમાચાર

અમરેલી જિલ્‍લામાં કુલ ર877 વાહનો ડીટેઈન કરાયા

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકનાં જાહેરનામાનો ભંગ કરવા બદલ

અમરેલી જિલ્‍લામાં કુલ ર877 વાહનો ડીટેઈન કરાયા

ર3 માર્ચથી લઈને 7 એપ્રિલ સુધીમાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શનતળે પોલીસદ્વારા કાર્યવાહી

કોરોના વાઈરસનાં સંક્રમણને અટકાવવા લોકડાઉનનો ભંગ કરતા 19પ6 શખ્‍સો સામે કાર્યવાહી કરાઈ

અમરેલી, તા. 7

વર્તમાન પરિસ્‍થિતિમાં કોરોના વાઈરસને વૈશ્ચિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં એનકોવીડ-19નાં સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઈ રહેલ છે. કોરોના વાઈરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાઈરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા. ર3/3/ર0ર0નાં રાત્રીનાં 1ર વાગ્‍યાથી રાજયભરમાં ભભલોકડાઉનભભ જાહેર કરવામાં આવેલ છે. લોકડાઉનની સંપૂર્ણ અમલવારી માટે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ ઘ્‍વારા કાર્યવાહી કરવામાં આવેલ છે.

કોરોના વાઈરસના અસરગ્રસ્‍ત જિલ્‍લાઓ/વિસ્‍તારોમાંથી અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરતાં તથા જિલ્‍લા બહાર જતાં વાહનોને અટકાવવા, જિલ્‍લાના એન્‍ટ્રી/એકઝીટ તથા મહત્‍વના પોઈન્‍ટ પર 39 ચેકપોસ્‍ટ શરૂ કરી, જરૂરી બેરીયર ઉભા કરી, નાકાબંધી કરી, વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી ભભલોકડાઉનભભનો ચુસ્‍તપણે અમલ કરવામાં આવેલ છે.

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમરેલીનાઓ તરફથી સીઆરપીસી કલમ 144 મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તેમજ રાજય સરકાર ઘ્‍વારા પણ કોરોના વાઈરસનો ફેલાવોથતો અટકાવવા જુદા જુદા નોટીફીકેશન બહાર પાડી કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવેલ છે.

જે અન્‍વયે તા. ર3/4/ર0ર0 થી તા. 6/4/ર0ર0 સુધીમાં કુલ 19પ6 ઈસમો વિરૂઘ્‍ધ 1309 ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્‍જે કરવામાં આવેલ છે તથા ર877 વાહનો ડીટેઈન કરવામાં આવેલ છે. જેમાં ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897ની કલમ 3 મુજબ તથા ઈપીકો કલમ ર69, ર70, 188 તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ ર00પની કલમ પ4 હેઠળ નીચે જણાવ્‍યા મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1) હીરાના કારખાનાં, ચા-પાન-બીડીની દુકાનો ખુલ્‍લી રાખી, ટોળા ભેગા કરી તથા કરિયાણાની દુકાનો તથા ફ્રૂટ, શાકભાજીની લારીઓ જાહેરનામા સિવાયના સમયમાં શરૂ રાખી, દુકાનમાં માસ્‍ક, સેનિટાઈઝરની વ્‍યવસ્‍થા નહી રાખેલ હોય તેવા 103 ઈસમો વિરૂઘ્‍ધ 9પ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

(ર) વાહનો લઈને કે વાહનો વગર બિનજરૂરી આંટાફેરા મારતાં અને જાહેર આરોગ્‍યને નુકશાન કરવાનું કૃત્‍ય કરતાં 749 ઈસમો વિરૂઘ્‍ધ 68પ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

(3) ધાર્મિક વિધીના બહાને, જુગાર રમવા, ક્રિકેટ રમવા, ધાર્મિક સ્‍થળોએ તથા કોઈ પણ કારણ વગર ભેગા થઈ, ટોળા બનાવી, જાહેરનામાનો ભંગ કરતાં પ0પ ઈસમો વિરૂઘ્‍ધ 98 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

(4) માસ્‍ક પહેર્યા વગર તથા સેનિટાઈઝર સાથે નહીંરાખી, મુસાફરી કરતાં મળી આવેલ ર87 ઈસમો વિરૂઘ્‍ધ ર18 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

(પ) જાહેર આરોગ્‍ય અંગે જારી કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરતાં 19 ઈસમો વિરૂઘ્‍ધ 19 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

(6) બહારના જિલ્‍લાઓ તથા અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાંથી અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરતાં 100 ઈસમો વિરૂઘ્‍ધ 9પ ગુન્‍હાઓ રજી. કરવામાં આવેલ છે.

(7) વિદેશમાંથી તથા અસરગ્રસ્‍ત વિસ્‍તારમાંથી આવીને રહેતાં હોય અને આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા જેમને હોમ કોરેન્‍ટાઈનમાં રહેવા સુચના આપવામાં આવેલ હોવા છતાં ઘરમાં નહીં રહી, બહાર આંટા-ફેરા મારી, જાહેર આરોગ્‍ય સાથે ચેડા કરતાં 8 ઈસમો વિરૂઘ્‍ધ 8 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

(8) મુંબઈથી આવેલ સગાને મેડીકલ તપાસણી કરાવ્‍યા વગર ઘરમાં આશરો આપી જાહેરનામાનો ભંગ કરતાં 6 ઈસમો વિરૂઘ્‍ધ પ કેસો કરવામાં આવેલ છે.

(9) આ મહામારી દરમિયાન મજુરોને રહેવા તથા જમવાની વ્‍યવસ્‍થા કરી આપવાના બદલે કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવા માટેની કોઈ વ્‍યવસ્‍થા નહીં કરી, કોરોના વાઈરસનું સંક્રમણ થઈ શકે છે તેવું જાણવા હોવા છતાં, મજુરોને પોતાના વતનમાં જતા રહેવાનું કહી, તરછોડી દેનાર ર7 ખેડૂત/વાડી માલિકો વિરૂઘ્‍ધ ર7 ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

(10) આ મહામારી દરમિયાન ખોટીઅફવાઓ ફેલાવી, જાહેર સુલેહ શાંતિ અને કોમી એખલાસનો ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરતા ર ઈસમો વિરૂઘ્‍ધ ર ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

લોકડાઉનના અમલ માટે અમરેલી પોલીસ ઘ્‍વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે જેમાં ડ્રોન ઘ્‍વારા જિલ્‍લાનાં વિવિધ વિસ્‍તારો ઉપર વિહંગાવલોકન કરી, બિનજરૂરી આંટા-ફેરા મારતા અને ટોળા બનાવતા ઈસમો સામે ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

અમરેલી પોલીસ ઘ્‍વારા 9687પ 66પ6પ વોટસએપ નંબર પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ છે જેના ઘ્‍વારા પાંચ કે વધુ ઈસમો ભેગા થઈને જાહેરમાં બેઠા હોય, હોમ કોરેન્‍ટાઈન કરેલ ઈસમ જાહેરમાં ફરતો દેખાય કે આવશ્‍યક ચીજ-વસ્‍તુઓ તથા ખાદ્ય સામગ્રી સિવાયની દુકાનો કયાંય ખુલ્‍લી જોવા મળે તો તેમના ફોટોગ્રાફસ મોકલી આપવા જાહેર જનતાને જણાવવામાં આવેલ છે અને આવા ફોટોગ્રાફસ પરથી પણ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

આમ કોરના વાઈરસની વૈશ્ચિક મહામારી સામેની લડતમાં અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ કિટબઘ્‍ધ અને સતત કાર્યશીલ છે.

error: Content is protected !!