સમાચાર

અમરેલી જિલ્‍લામાં લોકડાઉન બાદ તમામ જપ્‍ત કરેલ બાઈકને દંડ વગર છોડી દો

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરની માંગ

રાજુલા, તા.7

રાજુલાના ધારાસભ્‍યઅંબરીશ ડેરે મુખ્‍યમંત્રી રૂપાણીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે હાલ કોરોના નામની મહામારીના કારણે દેશમાં લોકડાઉનની સ્‍થિતિ છે. ત્‍યારે સરકાર દ્વારા કામ વગર બહાર ન નીકળવું તેવી સ્‍પષ્‍ટ સૂચના છે. પરંતુ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્‍તુઓ ખરીદવા માટે નિશ્ચિત સમય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. પરંતુ ઘણા લોકો કારણ વગર ટુ-વ્‍હીલરો લઈને ફરતા પકડાયેલા અને તેમની ટુ-વ્‍હીલરો પોલીસ ડિપાર્ટમેન્‍ટ દ્વારા નિયમ મુજબ પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. વધુમાં જણાવેલ કે આ સ્‍થિતિમાં આપણે સમજી શકીએ કે ર0% લોકો જાણી જોઈને કારણ વગર બહાર ફરવા નીકળ્‍યા હશે અને તેની બાઈકો ડિટેઈન કરી હશે પરંતુ 80% લોકો તો એવા છે કે જેઓ ખરેખર સાધન-સામગ્રી લેવા અને જરૂરી સેવાઓનો લાભ લેવા માટે જુદીજુદી જગ્‍યાએ જતા હતા અને તેઓની બાઈકો ડિટેઈન કરવામાં આવેલી છે તેવું લોકમુખે ચર્ચાઈ રહયું છે. સાથોસાથ જણાવવાનું કે લોકડાઉનની અમલવારી થાય તે માટે લોકોની બાઈકો અત્‍યારે છોડવી જરૂરી નથી. પરંતુ લોકડાઉન સમાપ્‍ત થયા બાદ આ ટુ-વ્‍હીલરોને કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર ફ્રીમાં છોડી દેવી જોઈએ તેવી માંગ અંતમાં કરેલ છે.

error: Content is protected !!