સમાચાર

ગરીબોને ભોજન અને રાહત સામગ્રીની કીટ પહોંચતી કરી રહૃાા છે

ગરીબોને ભોજન અને રાહત સામગ્રીની કીટ પહોંચતી કરી રહૃાા છે

અમરેલી જિલ્‍લાનાં કોંગ્રેસનાં જનપ્રતિનિધિઓ જરૂરિયાતમંદોની સેવામાં ખડેપગે જોવા મળે છે

જનતા જનાર્દને આપેલ મતનું મૂલ્‍ય ચૂકવી રહૃાા છે

અમરેલી, તા.4

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનની સ્‍થિતિમાં જિલ્‍લામાં લાખો પરિવારોને ભોજન મેળવવામાં મુશ્‍કેલી ઉભી થઈ રહી છે. તેવા જ સમયે જિલ્‍લાના 4 કોંગી ધારાસભ્‍યો અને 1 પૂર્વ કોંગી ધારાસભ્‍ય જરૂરિયાત મંદોની અનેરી સેવા કરીને જનપ્રતિનિધિઓ કેવા હોવા જોઈએ તેની પ્રેરણા આપી રહયા છે.

અમરેલીના યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણી છેલ્‍લા એક અઠવાડિયાથી સતતગરીબોને ભોજન અને મૂંગા પશુઓને ઘાસચારાનું વિતરણ કરી રહયા છે. તો સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે પણ ગરીબો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરી છે. તો લાઠીના ઠુંમર અને રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેર પણ સતત ગરીબોની મદદ કરી રહયા છે. તો ધારીના પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયા પણ ગરીબો માટે ગામડે ગામડે કીટનું વિતરણ કરીને પ્રશંસનીય કામગીરી કરી રહયા છે.

જિલ્‍લાની જનતાએ પાંચેય આગેવાનોને સવા બે વર્ષ પહેલા ખોબલે ખોબલે આપેલ મતનું મૂલ્‍ય ચૂકવીને અન્‍ય જનપ્રતિનિધિઓ માટે પ્રેરણારૂપ બની રહયા છે.

error: Content is protected !!