સમાચાર

અમરેલીનાં પોલીસ સ્‍ટેશનમાં ધાનાણી, ઠુંમરનાં ક્ષણિક ધરણા

4 કાર્યકરોની સોશ્‍યલ ડીસ્‍ટન્‍સનાં ભંગ બદલ અટકાયત થતાં

અમરેલીનાં પોલીસ સ્‍ટેશનમાં ધાનાણી, ઠુંમરનાં ક્ષણિક ધરણા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય પણ પોલીસ સ્‍ટેશન દોડી ગયા અને અંતે ઘીનાં ઠામમાં ઘી પડયું

અમરેલી, તા. 3

અમરેલી શહેરમાં લોકડાઉનની પરિસ્‍થિતિમાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન  તળે પોલીસ વિભાગ ઘ્‍વારા સાવચેતી જાળવવા માટે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરમિયાનમાં આજે 4 જેટલા કોંગી કાર્યકરો સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ જાળવ્‍યા વગર કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હોય પોલીસે 4 કાર્યકરોની અટકાયત કરી તેમનાં વિરૂઘ્‍ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

જેને લઈને વિપક્ષી નેતા પરેશ ધાનાણી,ધારાસભ્‍ય ઠુંમર, જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુન સોસા, ડી.કે. રૈયાણી, હાર્દિક સેંજલીયા સહિતનાં કોંગીજનો સીટી પોલીસ સ્‍ટેશનમાં ધરણા પર બેસી ગયા હતા.

મામલાી ગંભીરતા સમજીને પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય પણ પોલીસ સ્‍ટેશન દોડી ગયા હતા અને કોંગી આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરીને કોરોના મહામારમાં સૌનો સાથ જરૂરી હોવાનું જણાવતાં મામલો શાંત થયો હતો. બાદમાં કોંગીજનોએ થોડીવારમાં ધરણા પૂર્ણ કરીને પોલીસ અધિક્ષકની કામગરીની પ્રશંસા કરી હતી.

error: Content is protected !!