સમાચાર

ભૈ વાહ : અમરેલી જિલ્‍લામાં પોલીસ નિરાધારોનો આધાર બની

જૈસા તેરા ગુસ્‍સા હૈ, વૈસા પ્‍યાર ભી હૈ તેરા

ભૈ વાહ : અમરેલી જિલ્‍લામાં પોલીસ નિરાધારોનો આધાર બની

કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે અસામાજિક તત્ત્યવો સામે લાલ આંખ કરનાર પોલીસની માનવતા પણ અનેરી

કોઈપણ પ્રકારનીલાલચ વગર જ પોલીસ કર્મીઓ નિરાધારોનાં આધાર બની રહૃાા છે

અમરેલી, તા.1

સામાન્‍ય રીતે પોલીસની છાપ માત્ર દંડો ઉગામી સજા કરવાની છે લોકો પોલીસને જુએ તો ખાંચા ગલીઓમાં ભાગવા માંડે છે. ત્‍યારે પોલીસ આરોપીને પકડવાની સાથે સાથે ગુન્‍હા બનતા અટકાવવાની કપરી કામગીરી કરે છે. ત્‍યારે આજે લોકડાઉનની પરિસ્‍થિતિમાં અમરેલી જિલ્‍લા પોલીસના અનેક માનવતાવાદી પગલા જોઈ પોલીસ લોકોની સાચા અર્થમાં મિત્ર બની છે. અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની શ્રેષ્ઠ કામગીરીથી અમરેલી જિલ્‍લા પોલીસ આજે લોકોના મનમાં સારી છાપ ઉભી કરવામાં સફળ નિવડી છે.

સમગ્ર દેશની સાથે અમરેલી જિલ્‍લામાં પણ લોકડાઉનની સ્‍થિતિ છે. ગરીબ લોકો અને રોજેરોજનું રળી ખાતા તથા દરિદ્રનારાયણ પરિવારને બે ટંક ભોજન પણ મળી શકે તેવી સ્‍થિતિ નથી. ત્‍યારે પોલીસ પરિવારે કાચા સામાનની કીટ વિતરણ કર્યા બાદ દરિદ્રનારાયણ અને એકલા અટુલા રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા તથા જાહેર માર્ગો ઉપર રહેતા લોકો પણ ભૂખ્‍યા ન રહે તે માટે થઈ અમરેલી જિલ્‍લા પોલીસે આવા દરિદ્રનારાયણ લોકોને તૈયાર ભોજન મળી રહે તે માટેની પણ સુંદર વ્‍યવસ્‍થા કરી અને પોલીસ સ્‍ટાફ દ્વારા આવા રોડ ઉપર જીવન ચલાવતા લોકોને ભરપેટ ભોજન કરાવતા અમરેલી જિલ્‍લા પોલીસે લોકોમાં એક સાચા મિત્રની છાપઉભી કરી છે.

કાયદાકીય રીતે સખ્‍ત વલણ અપનાવતા અને ગમે તેવા ચમરબંધીને પણ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં સહેજ પણ વિલંબ નહીં કરનારા જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય તથા સમગ્ર પોલીસ ટીમને માનવતાવાદી કામગીરીથી અમરેલી જિલ્‍લાના વાસીઓ દિલથી અભિનંદન કરતાં થયા છે.

error: Content is protected !!