સમાચાર

અમરેલીમાં ભરાતીગુજરી બજાર તેમજ જાહેરમાં નાસ્‍તાનું વેચાણ બંધ થવું જરૂરી

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી

અમરેલીમાં ભરાતીગુજરી બજાર તેમજ જાહેરમાં નાસ્‍તાનું વેચાણ બંધ થવું જરૂરી

જાહેરમાં થૂંકનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ

અમરેલી, તા.ર0

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય દ્વારા જિલ્‍લાના તમામ થાણા અધિકારીઓને પોતાના પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં નોવેલ કોરોના વાયરસથી લોકોને સાવચેત રાખવા માટે થઈ સૂચના આપી અને આ સૂચનાનું કડકપણે પાલન કરવા હુકમ કર્યો હતો.

દરેક થાણા અધિકારીઓએ પોતાના પોલીસ સ્‍ટેશનમાં આવતા અરજદારોને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અથવા તો હેન્‍ડવોશ કે પાણીથી હાથ ધોઈ પ્રવેશ આપવો. તથા અરજદાર ફરિયાદી સાથે ફકત એક જ વ્‍યકિત જોડે આવે તે રીતની સૂચના આપવા જણાવ્‍યું છે.

પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં જયાં ગુજરી બજાર ભરાતી હોય અથવા તો જાહેરમાં કપડાં વેચાતા હોય તે    સ્‍થળો તાત્‍કાલિક બંધ કરાવવા, તેમજ જાહેરમાં કે રોડ ઉપર જિલ્‍લામાં નાસ્‍તો કરી શકાય તેવા લારી, ગલ્‍લા બંધ કરાવી દેવા પણ સૂચના આપી છે.

પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં સતત પેટ્રોલીંગ કરવું અને પાલિકાના માણસોને સાથે રાખી જાહેરમાં થૂંકતા લોકોને દંડ કરવો. તથા પ કે તેથી વધુ વ્‍યકિતઓને ભેગા ન થવા દેવા, તથા રાત્રીના 10 વાગ્‍યેથી લોકો એકત્રીત થતાં હોય તેવી દુકાનો, હોટલો, બજારો બંધ કરાવી દેવા પણ તમામ થાણાઅધિકારીઓને સૂચના આપી કડક અમલ કરાવવા જણાવ્‍યું હતું.

error: Content is protected !!