સમાચાર

અમરેલી એસ.ટી. વિભાગની તમામ બસ રવિવારે સવારના 7 થી બંધ

જનતા કર્ફયુની અપીલને લઇને બંધ રખાશે

અમરેલી, તા. ર0

સમગ્ર વિશ્‍વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનાં કેટલાક કેસો ભારતમાં પણ જોવા મળતા તકેદારીના પગલા લેવા ભારત સરકારે પણ કમર કસી છે, જે અનુસંધાને ગુરૂવારે રાત્રે રાષ્‍ટ્રહિત જોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કોરોના સામે લડવા સમગ્ર દેશને હાંકલ કરી હતી.

સંબોધનમાં તેમણે કોરોનાથી બચવાનાં કેટલાક ઉપાયો સુચવ્‍યા હતા. જેમાંથી એક એટલે કે, આગામી રવિવારે તા. રર/03/ર0ર0 ના રોજ સમગ્ર ભારત દેશ એક દિવસનો સ્‍વૈચ્‍છિક ભભજનતા કફર્યુભભ રાખે એટલે કે લોકો ઓછામાં ઓછા એકબીજાના સંપર્કમાં આવે. જેથી કોરોના વાઇરસને ફેલાતો અટકાવી શકાય.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની અપિલનો સકારાત્‍મક પ્રતિભાવ આપતા અમરેલી ઇલેકટ્રોનીકસ એસોસીએશન દ્વારા રાષ્‍ટ્રહિતમાં રવિવારે અમરેલી શહેરની તમામ ઇલેકટ્રોનીકસની દુકાનો, શો-રૂમ સ્‍વૈચ્‍છિક બંધ પાળશે તેવીમાહિતી અમરેલી ઇલેકટ્રોનીકસ એસોસીએશનના પ્રમુખ ભભરામ એન્‍ટરપ્રાઇઝભભના જગદીશભાઇ પટેલે આપી હતી.

error: Content is protected !!