સમાચાર

રાજુલાના મજાદર નજીક શિવ ટ્રેડિંગનો રૂપિયા 4.ર7 લાખનો બાયોડિઝલનો જથ્‍થો સીઝ

કલેકટરની સુચના અને નાયબ કલેકટરનાં માર્ગદર્શન તળે મામલતદારનો સપાટો

રાજુલાના મજાદર નજીક શિવ ટ્રેડિંગનો રૂપિયા 4.ર7 લાખનો બાયોડિઝલનો જથ્‍થો સીઝ

મામલતદાર ગઢીયાની કામગીરીથી ફફડાટનો માહોલ

રાજુલા, તા. ર7

રાજુલા મામલતદાર ગઢીયા દ્વારા જિલ્‍લા કલેકટર આયુષ ઓકેની સુચનાથી અને નાયબ કલેકટર ડાભીના માર્ગદર્શન નીચે આજરોજ રાજુલા તાલુકાના મઝાદર ગામ પાસે આવેલ શિવ ટ્રેડિંગને રૂા.4,ર7,પ00 નો બાયો ડીઝલ્‍સનો જથ્‍થો સીઝ કરવામાં આવેલ છે. મામલતદાર ગઢીયા દ્વારા કરવામાં આવેલ છે. મામલતદાર ગઢીયા દ્વારા ચાર્જ સંભાળ્‍યા બાદ રાજુલા તાલુકામાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ્‍સ વહેચતા આસીમીઓ સામે કડક હાથે કામ લેવામાં આવી રહેલ હોય બાયો ડીઝલ્‍સનો ધંધો કરતા આસામીઓમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે. શિવ ટ્રેડીંગનો જથ્‍થો સીઝ કર્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!