Main Menu

લીલીયાનાં ભેંસાણ ગામે ખુલ્‍લેઆમ ખનીજ ચોરી જતી હોય તપાસ કરવા માંગ

ગામ પંચાયતના સરપંચે નારાજગી વ્‍યકત કરી

લીલીયાનાં ભેંસાણ ગામે ખુલ્‍લેઆમ ખનીજ ચોરી જતી હોય તપાસ કરવા માંગ

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લામાં એક તરફ દિવસ-રાત એક કરીને પોલીસ વિભાગ ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ કરે છે. તો બીજી તરફ ખનીજ ચોરી કરતા શખ્‍સો પોલીસને અંધારામાં રાખીને તેની પ્રવૃતિ સતત ચલાવી રહયા છે.

દરમિયાનમાં લીલીયાના ભેંસાણનાં સરપંચે સ્‍થાનિકકક્ષાએ ખુલ્‍લે આમ રેતી ચોરી થતી હોય તેમજ ભારેખમ વાહનોથી માર્ગોની હાલત પણ અતિ બિસ્‍માર બનતી હોય તેમજ રેતી ચોરીનાં કારણે ખેડૂતોને પણ પરેશાની થતી હોય રેતી ચોરી બંધ કરાવવા રજુઆત કરેલ છે.



(Next News) »