Main Menu

સાવરકુંડલામાં વિદ્યાર્થીઓને મમરા-લાડુનું વિતરણ કરાયું

સાવરકુંડલા, તા.1ર

સાવરકુંડલા શહેરમાં ચાલતી પ.પૂ. નારાયણદાસના આશીર્વાદથી ચાલતી વિનામૂલ્‍યે બીજક ટયુશન કલાસ વિદ્યાર્થીઓને કીટ (મમરા લાડુ,તલના લાડુ, વેફર, ચોકલેટ, વગેરે) વિતરણ કરવામાં આવેલ. જેમાં પ.પૂ. નારાયણદાસ સાહેબ, પ્રભુદાસભાઈ મશરૂ, અરવિંદભાઈ મેવાડા, હરીભાઈ ભરવાડ, લાલભાઈ, સાગરભાઈ, દીપકભાઈ, નિલેષભાઈ જોષી, લક્ષ્મણભાઈ રાઠોડ, કિશોરભાઈ વિઝુંડા, તેમજ બીજક ટયુશન કલાસ સ્‍ટાફના સુમિતાબેન, પિતીબેન, જસુબેન વગેરે જોડાયા હતા.