Main Menu

અમરેલીનાં લોહાણા મહાજને સ્‍વ. જસવંતરાય કાનાબારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સમગ્ર સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી

અમરેલીનાં લોહાણા મહાજને સ્‍વ. જસવંતરાય કાનાબારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સમાજને હંમેશા માર્ગદર્શન અને હૂંફ મળતી હતી

અમરેલી, તા. 1ર

ગત તા. 10/01/ર019 ને ગુરૂવારનાં રોજ અમરેલી લોહાણા જ્ઞાતિ અગ્રણી સીનીયર એડવોકેટ જશુભાઈ કાનાબારનું દુઃખદ નિધન થયેલ છે.

એડવોકેટ જશુભાઈ કાનાબાર અમરેલી લોહાણા જ્ઞાતિ આગેવાન હોવાની સાથે સાથે ન્‍યાયાલય કાર્યશૈલીમાં ગુજરાતભરમાં માન પામેલ વ્‍યકિત હતા. તેઓ ર્ેારા અનેક અસીલોને ન્‍યાય અપાવવામાં આવેલ અને પોતાની કાર્યસુજ અને કાર્યક્ષમ પર્સનાલીટીને લીધે એડવોકેટ સમુદાયમાં એક વિશેષ માન-સન્‍માન અને રૂતબો ધરાવતા હતા.

એડવોકેટ જશુભાઈ કાનાબાર અમરેલી લોહાણા આગેવાન અને અમરેલી લોહાણા મહાજનનાં ટ્રસ્‍ટી હતા. તેઓએ અમરેલી લોહાણા જ્ઞાતિજનોનાં ઉત્‍કર્ષ અંગે અંગત રૂચી લઈ જ્ઞાતિ કલ્‍યાણ કાર્યો કર્યા હતા.

જશુભાઈ કાનાબાર ર્ેારા અમરેલી લોહાણા મહાજન વાડીનાં નિર્માણ કાર્યમાં પોતાના જીવનનાં મહત્‍વપૂર્ણ વર્ષો અર્પણ કર્યા હતા. તેમજ મહાજન વાડીનાં નિર્માણ સમયે પોતાની આગવી સમજણ અને સુજબુજથી જ્ઞાનિે લાભદાયી નિર્ણયો લેવામાં મહત્‍વપૂર્ણ યોગદાનો આપેલ છે. તેઓ જ્ઞાતિ-જાતિનાં ભેદભાવ વગરજરૂરીયાત મંદોને પૂરી સહાય અને મદદ કરતા આવ્‍યા હતા. તેઓએ પોતાના જીવનમાં અનેક દીન-દુખીયાઓની સહાય કરેલનાં પૂરાવાઓ છે. આવા લોહાણા જ્ઞાતિ અગ્રણી – ન્‍યાયપાલિકાનાં એક સીનીયર એડવોકેટનાં નિધનથી તેઓનાં સ્‍વજનો સહિત – લોહાણા જ્ઞાતિજનો દુઃખની તીવ્ર લાગણી અનુભવી રહૃાા છે. હકીકતે અમરેલી શહેરને એક વડીલની ખોટ પડી છે.

અમરેલી લોહાણા મહાજનનાં પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્‍ટી મંડળ, તમામ સમિતિનાં સભ્‍યો અને સમસ્‍ત લોહાણા જ્ઞાતિજન સદગતની વિદાયથી દુઃખની લાગણી અનુભવી રહૃાા છે. આ દુઃખદ ક્ષણે સદગતનાં પરિવારને ઈશ્‍વર સહનશકિત આપે તેવી પ્રાર્થના.