Main Menu

ડુંગરથી આસરાણા ચોકડી સુધીનો માર્ગ બિસ્‍માર

વાયબ્રન્‍ટ ગુજરાતમાં માર્ગો પર ચાલતાં વાયબ્રેશન થાય છે

ડુંગરથી આસરાણા ચોકડી સુધીનો માર્ગ બિસ્‍માર

સ્‍થાનિકો અને વાહનચાલકોએ અનેક વખત રજુઆત કરી છતાં પણ કોઈ પરિણામ મળતું નથી

રાજુલા, તા. 1ર

ડુંગરથી આસરાણા ચોકડી સુધીનો માર્ગ અતિ બિસ્‍માર બન્‍યો છે. છેલ્‍લા ઘણા વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં નથી આવ્‍યું. આ માર્ગમાં એક એક ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. માર્ગમાંથીકપચાઓ બહાર આવી ગયા છે. જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્‍કેલી વેઠવી પડે છે જયારે તંત્રના અધિકારીઓ દર વખતે માર્ગના માત્ર ખાડા પુરી હાકારો અનુભવે છે. આ માર્ગ સિંગલ પટ્ટી હોવાથી પીપાવાવ અને કોવાયા કંપનીનાં ટ્રકો તથા ખાનગી બસો અહિથી પસાર થાય છે. જેથી વાહન ચાલકોને અકસ્‍માતનો સતત ભય રહે છે. જયારે માર્ગ બિસ્‍માર થાય ત્‍યારે માત્ર ખાડા જ પુરવામાં આવે છે. આ 14 કિ.મી. સુધીનો માર્ગ અતિ બિસ્‍માર હાલતમાં હોવાથી જવાબદાર તંત્રનાં અધિકારીઓ કોઈના અકસ્‍માતની રાહ જોઈ રહૃાા છે. અનેક વખત રજુઆત કરવા છતાં તંત્રને કોઈનો અવાજ સંભળાતો જ નથી. જેથી અહીના લોકોમાં રોષ જોવા મળી રહૃાો છે અને માર્ગનું તાત્‍કાલીક નવીનીકરણ કરવામાં આવે તેવી ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસવાટ કરતા લોકોની માંગ ઉઠવા પામી છે.