Main Menu

નાગેશ્રીનાં ઘોંસપુર ગામની ગૌચરમાં તીનપત્તીનો જુગાર રમતાં 7 પત્તાપ્રેમી ઝડપાયા

અમરેલી, તા. 1ર

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ નાગેશ્રી પો.સ્‍ટે. વિસ્‍તારનાં ઘોંસપુર ગામનાં ગૌચરની વીડમાં જાહેરમાં જુગાર રમતાં (1) સલીમખાન ઈસ્‍માઈલખાન બ્‍લોચ, (ર) ગૌતમભાઈ જયમતભાઈ વરૂ, (3) હારૂનભાઈ મહમદભાઈ સુમરા, (4) હરેશભાઈ પરશોતમભાઈ સોલંકી,(પ) રહીમભાઈ મહમદભાઈ મલેક, (6) કરણસિંહ ઘનશ્‍યામસિંહ ગોહિલ, (7) યુનુસભાઈ કુલભાઈ સમાને ઝડપી લીધેલ છે.

જુગારની રેઈડ દરમ્‍યાન સાલમભાઈ નસીબભાઈ કુરેશી,રહે. રાજુલા, દિલુભાઈ બદરૂભાઈ વરૂ રહે. ઘોંસપુર નાશી છૂટેલ છે.

ઉપરોકત આરોપીઓ જાહેરમાં પૈસા પાના વડે તીનપતીનો જુગાર રમતાં રોકડ રકમ રૂા.પ8ર70 તથા મોબાઈલ ફોન નંગ-8 કિ.રૂા.ર8000 તથા બેટરી કિ.રૂા.100 તથા મોટર સાઈકલ-03 કિ.રૂા.60,000 મળી કુલ રૂા.1,46,370ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન પકડાઈ ગયેલ હોય તેઓની સામે તેમજ નાશી ગયેલ ઈસમોની સામે ધોરણસર ફરિયાદ આપી નાગેશ્રી પોલીસ સ્‍ટેશન ખાતે વધુ તપાસ અર્થે સોંપી આપવામાં          આવેલ છે.