Main Menu

ખાનપર ગામની સીમમાં પરિણીતાનાં કપડાને આગ લાગતા દાજી જતાં મોત

અમરેલી, તા. 1ર

બાબરા તાલુકાનાં ખાનપર ગામે રહેતાં રસીલાબેન જયંતિભાઈ ખચીયા નામનાં 36 વર્ષિય પરિણીતા ગત તા.30નાં રોજ ખાનપર ગામની સીમમાં પશુને પાણી પીવડાવવા માટે કુંડી ભરવા માટે થઈ ઈલેકટ્રીક મોટર શરૂ કરવા જતાં એકાએક સ્‍ટાર્ટરમાં શોર્ટ સર્કિટ થતાં પહેરેલ કપડાને આગ લાગતાં તેણી દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમીયાન મોત નિપજયું હતું.