Main Menu

એ કાપ્‍યો છે… એ કાપ્‍યો છે : ‘‘પતંગોત્‍સવ” નો અનેરો ઉત્‍સાહ

પંતગ, શેરડી, દોરી, અવનવી ચીકી સહિતની બજારોમાં તેજી

એ કાપ્‍યો છે… એ કાપ્‍યો છે : ‘‘પતંગોત્‍સવ” નો અનેરો ઉત્‍સાહ

રંગબેરંગી પતંગોથી આકાશ રંગાઈ જશે સવારથી સાંજ સુધી અગાશીઓ ભરચકક બનશે

હવામાન શાસ્‍ત્રીએ પણ પતંગ રસિયાઓને સારો પવનરહેશે તેવું કહેતા આનંદ બેવડાયો

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં ભભમકરસક્રાંતિભભ એટલે ભભપતંગોત્‍સવભભની ઉજવણીનો અનેરો ધમધમાટ જોવા મળી રહૃાો છે. અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, બાબરા સહિતનાં શહેરો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ જબ્‍બરો માહોલ જોવા મળી રહૃાો છે.

હિન્‍દુ ધર્મનો એકમાત્ર એવો તહેવા કે જે સુર્યની ગતિ ઉપર આધાર રાખીને ઉજવાઈ છે. એવા મકરસંક્રાંતિ પર્વ દાન-પુણ્‍યનું પણ અનેરૂ મહત્‍વ હોય છે. પક્ષીઓ, ગૌ-માતા માટે દાન કરીને પુણ્‍ય કરવાની અનેરી તક હોય છે જેનો ધાર્મિકજનો લાભ પણ લેતા હોય છે.

મકરસંક્રાંતિ પર્વે પતંગ ચગાવવાની સાથે શેરડી, અવનવી ચીકી, ઊંધીયુ આરોગવાની પણ અનેરી મજા સૌ કોઈ માણતું હોય છે અને વર્ષમાં એકવાર સૌ તેમની અગાશીએ અચુક જોવા મળતા હોય છે.

હવામાનનાં જાણકારોએ પણ મકરસંક્રાંતિપર્વે પવનની ગતિ વધુ રહેવાની શકયતાઓ દર્શાવતાં પતંગ રસિયાઓમાં જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

જિલ્‍લામાં પતંગ, દોરી, શેરડી, ચીકીની બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહૃાો છે. પંતગ, દોરીનાં ભાવમાં વધારો થયો હોય ગરીબ પરિવારોને થોડી મુશ્‍કેલી ઉભી થવાની શકયતાઓ છે.

જો કે જુદી-જુદી સંસ્‍થાઓ, સેવાભાવી આગેવાનો ઘ્‍વારા પતંગનું વિતરણ વિનામુલ્‍યે કરવામાં આવતાંજરૂરીયાતમંદોમાં રાહત જોવા મળે છે.

પતંગ રસિયાઓએ પતંગ ચગાવવાનાં આનંદની સાથે નિર્દોષ પક્ષીઓને નુકસાન ન થાય તે માટે      કાળજી રાખવી પડશે.