Main Menu

ધારીમાંથી બનાવટી ચલણી નોટ ઝડપાતા ખળભળાટ

પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શનતળે ક્રાઈમ બ્રાન્‍ચને મસમોટી સફળતા

ધારીમાંથી બનાવટી ચલણી નોટ ઝડપાતા ખળભળાટ

ર હજારનાં દરની પ3, પ00નાં દરની 97, ર00નાં દરની ર1ર, 100નાં દરની ર40 અને પ0નાં દરની 6 નોટ ઝડપાઈ

કુલ રૂપિયા ર.પ3 લાખની બનાવટી ચલણી નોટ સાથે ર શખ્‍સોની અટકાયત કરાઈ

અમરેલી, તા.1ર

નોટબંધી બદ ચલણમાં આવેલ નવી ભારતીય ચલણી નોટો અંગે હજુ સામાન્‍ય પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્‍ચેનો ભેદ સહેલાઈથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલક ઈસમો અસલ ભારતીય ચલણી નોટોની કલર ઝેરોક્ષ કરી તેની આબેહુબ કલર કોપી કરી બનવટી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરવા કાવત્રું કરતા હોવાની હકીકત ઘ્‍યાને આવતાં અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દ્વારા અમરેલી જિલ્‍લામાં બનાવટી ચલણી નોટોની પ્રવૃતિ કરતા હોવાની શંકા વાળા શંકાસ્‍પદ ઈસમો અંગે વોચમાં રહેવા અમરેલી એલ.સી.બી.ને જરૂરી સુચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અન્‍વયે ગઈ કાલ તા.11/01/ર019ના રોજ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ ધારી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે વિસાવદરતરફથી એક સફેદ કલરની ઈકો ફોરવ્‍હીલ વાન જેના રજી. નં. જી.જે.11, બીએચ-3640 છે તે ધારી તરફ આવે છે. અને તે ઈકો વાનમાં શંકાસ્‍પદ મુદ્યામાલ છે. તેવી ચોકકસ બાતમી મળેલ હોય, જે બાતમી આધારે ધારી ટાઉનમાં લાઈબ્રેરી રોડ ઉપર કલાલ વાડામાં નસીત પેટ્રોલીંગ નજીક વોચ ગોઠવી સઘન વાહન ચેકીંગ હાથ ધરતાં બાતમી વાળું ઈકો વાન આવતાં તેને રોકી ચેક આ ફોરવ્‍હીલમાં બેસેલ બે ઈસમોના કબજામાંથી જુદા-જુદા દરની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવેલ છે.

પકડાયેલ ઈસમો : (1) ધર્મેન્‍દ્ર પ્રફુલ્‍લચંદ્ર ત્રિવેદી, (ઉ.વ.31) રહે. મુળ ગામ દાતરાણા, તા. મેંદરડા, જિ. જુનાગઢ, મધુરમ, વિશ્‍વકર્મા સોસાયટી, સનશાઈન પેલેસ, એફ-30ર, (ર) વિક્રમસિંહ કેસરસિંહ પવાર, (ઉ.વ.30) ધંધો – ડ્રાઈવીંગ, રહે. મુળ રાજસ્‍થાન, ગામ – ઉસ્‍માનીયા, તા. આસપુર, જિ. ડુંગરપુર, હાલ, જુનાગઢ, મધુરમ, વિશ્‍વકર્મા સોસાયટી, સનશાઈન પેલેસ, એફ-304

પકડાયેલ મુદામાલ : બનાવટી ભારતીય ચલણી નોટો જેમા રૂા. ર000 ના દરની નોટ નંગ-પ3, તથા રૂા.પ00 ના દરની નોટ નંગ – 97 તથા રૂા. ર00 ના દરની નોટ નંગ – ર1ર તથા રૂા. 100 ના દરની નોટ નંગ – ર40 તથા રૂ. પ0 ના દરની નંગ-6 તથા રૂા.10ના દરની નોટ નંગ-ર ની કિંમતની મળી કુલ નોટ નંગ – 610 જે રૂા. ર,ર1,રર0 ની કિંમતનીબનાવટી ચલણી નોટો તથા મોબાઈલ ફોન નંગ-ર, કિં.રૂા. 3,000 તથા મારૂતિ સુઝકી ઈકો ફોર વ્‍હીલ રજી.નં. જી.જે.11, બીએચ.3640, કિ.રૂા.ર,પ0,000 તથા રેકઝીનનો થેલો -1, કિં.રૂા.00 મળી કુલ કુલ કિ. રૂા.ર,પ3,000નો મુદામાલ.

તપાસ દરમ્‍યાન પકડાયો ચલણી નોટ છાપવાનો સર સામાન : પકડાયેલ બંને ઈસમો સામે ધોરણસર કાર્યવાહી કરી ધારી પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે. ઉપરોકત આરોપીઓની પુછપરછ દરમ્‍યાન આ બનાવટી ચલણી નોટો કલર ઝેરોક્ષ મશીન કમ પ્રિન્‍ટરમાંથી પ્રિન્‍ટ કરતા હોવાનું ખુલવા પામતાં બગસરા પો.સ.ઈ., ડી.કે.સરવૈયાઓએ આરોપી ધર્મેન્‍દ્ર પ્રફુલ્‍લચંદ્ર ત્રિવેદીને સાથે રાખી તેના જુનાગઢ મુકામે આવેલ રહેણાંક મકાને છાપો મારતા ચલણી નોટો છાપવાનું કલર ઝેરોક્ષ – પ્રિન્‍ટર કિ. રૂા.પ000 તથા પ્રિન્‍ટરની શાહી, નોટો છાપવા માટેના કાગળો, કાતર વિ. સાધનો પકડી પાડી તપાસ માટે કબજે લીધેલ છે. સદરહું ગુન્‍હામાં સંડોવાયેલ અન્‍ય આરોપીઓ પણ પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.