Main Menu

વેરનાં વળામણા : ખાંભલીયામાં ર પરિવારોની દુશ્‍મનાવટ દૂર

40 વર્ષ બાદ અંદાજિત એક હજાર વ્‍યકિત વચ્‍ચે સમાધાન થયું

વેરનાં વળામણા : ખાંભલીયામાં ર પરિવારોની દુશ્‍મનાવટ દૂર

પૂ.જીણારામબાપુ, પૂ. ભકિતરામબાપુ અને ધારાસભ્‍ય ડેરની ઉપસ્‍થિતિમાં સમાધાન થયું

સામાન્‍ય બાબતને લઈને વર્ષો સુધી વેર રાખનારાઓ માટે વિચારવાનો સમય આવી ચૂકયો છે

સાવરકુંડલા, તા.1ર

એમ કહેવાય છે કે વેરથી વેર શમે નહીં અવેરે જ વેર શમે. આ ઉકિતને સાર્થકકરતી ઘટના રાજુલા તાલુકાના ખાંભલીયા ગામે આહીર પરિવારમાં આજે બની હતી. એક સામાન્‍ય બાબતે થયેલ બોલાચાલીમાં થયેલ હત્‍યાની ઘટના બાદ આજે ચાલીસ વર્ષે બે પરિવારોના એક હજાર લોકોનું સમાધાન સુખદ બન્‍યું છે.

આખી ઘટના ઉપર નજર કરીએ તો આજથી ચાલીસ વર્ષ પહેલા આ ખાંભલીયા ગામે રહેતા વાઘ પરિવાર અને વાવડીયા પરિવારમાં સામાન્‍ય બાબત ખેતરના રસ્‍તે ચાલવા બાબતે બોલાચાલી થતા કરાઈ હતી એક હત્‍યા. ત્‍યારબાદ આ બાબતે કોર્ટમાં કેસ પણ ચાલી ગયો. જેને આજે પાંત્રીસ વર્ષ થઈ ગયા પરંતુ આ બે પરિવારોનું વેર શમ્‍યું જ નહીં. આ બાબતે આ વિસ્‍તારના આગેવાનો, સંતો અને પરિવરના મોભીઓ દ્વારા સમાધાન માટેના અનેક પ્રયત્‍નો છતાં પરિણામ મળ્‍યું નહોતું.

ત્‍યારે આજે ખાંભલીયા ગામે આ બે પરિવારોને છેલ્‍લા કેટલાક વર્ષથી સંતો દ્વારા અને આગેવાનો તરફથી સમજાવટની મહેનત આજે રંગ લાવી. અને આજે ભાવનગરના શિહોરની જગ્‍યાના જીણારામ બાપુ સાવરકુંડલા માનવ મંદિરના ભકિતરામ બાપુ અને રાજુલાના ધારાસભ્‍ય અંબરીશ ડેરની હાજરીમાં એક હજાર આહીર પરિવારના લોકોએ ચા અને ચોકલેટની પ્રસાદીઓ આપી વર્ષો જૂની વેરની આગને કાયમ માટે ઠારવામાં આવી હતી.

આ બન્‍ને પરિવારોએ સંતોની અને ધારાસભ્‍યની હાજરીમાં જ એકબીજાને મળીવર્ષો જૂના વેરને ભૂલવાનો નિર્ધાર કરી રહયા છે.

આ ઘટના બાદ આ ખાંભલીયાના તમામ લોકો સાધુ સંતો સાથે બાજુમાં આવેલ દેવકા ગામે વાવડીયા પરિવારના ઘેર ગયા હતા અને ત્‍યાં પણ આવનાર વાઘ પરિવારનું સન્‍માન કરી ભેટે મળ્‍યા હતા. આમ સંતો અને આગેવાનોની હાજરીમાં જાણે કોઈ મોટો ઉત્‍સવ હોય તેવો માહોલ થયો હતો.

આ વેરના વળામણાની ઘટના આટલી મોટી સંખ્‍યામાં બની તે કદાચ ગુજરાતમાં પહેલી વખત જ બની હશે અને પંજાબના જગ્‍ગા ડાકુના વેરના વળામણા અને ભાવનગર મહારાજ કૃષ્‍નકુમારસિંહજી સાથે જોગીદાસ ખુમાણના વેરના વળામણાની ઘટનાઓ જેવી જ આજે આ ઘટના રાજુલાના ખાંભલીયા અને દેવકા ગામ વચ્‍ચે બની હતી. આ બાબતે આવેલ વાઘ પરિવાર અને વાવડીયા પરિવારના મોભીઓ યુવાનો અને આવેલા સંતો તેમજ રાજકીય આગેવાનોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી સમાજને એક નવો જ સંદેશ આપ્‍યો હતો.

રાજુલાના ખાંભલીયા અને દેવકા ગામના થયેલા વેરના વળામણાની ઘટના એ સૌ કોઈ સમાજે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.