Main Menu

કુંકાવાવ ખાતે કોંગ્રેસ સંમેલનમાં ભાજપ પર શાબ્‍દિક પ્રહારો

લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઘોર પરાજય આપવાનો સંકલ્‍પ

કુંકાવાવ ખાતે કોંગ્રેસ સંમેલનમાં ભાજપ પર શાબ્‍દિક પ્રહારો

કોંગી આગેવાનોએ ભાજપ ભગાવો દેશ બચાવોનો નારો લગાવીને વાતાવરણ ગરમ કર્યુ

કુંકાવાવ, તા. 1ર

કુંકાવાવ ખાતે તાલુકા કોંગ્રેસ વતી સ્‍નેહમિલન સમારોહ યોજવામાં આવ્‍યો હતો. જેમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી, લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય, સાવરકુંડલા-લીલીયાનાં ધારાસભ્‍ય પ્રતા દુધાત તેમજ જેનીબેન ઠુંમર, રવજીભાઈ વાઘેલા, અર્જુનભાઈ સોસા, ડી.કે. રૈયાણી જેવા જીલ્‍લાની ટીમના નેતાની હાજરીમાં કોંગ્રેસ કાર્યકરોનો સ્‍નેહમિલન સમારોહ યોજવામાં આવ્‍યો હતો. જેમાં પરેશ ધાનાણીએ કેન્‍દ્રની અને ગુજરાત સરકારની નિષ્‍ફળતા તેમજ અનેક જુઠ્ઠા વાયદા, પ્રલોભનો તેમજ લાલચ આપીને સત્તા સંભાળતા સરકારી તેમજ નરેન્‍દ્ર મોદી ઘ્‍વારા ર01રથી ર014ની સાલમાં પ70 જેટલા વચનો આપી તેની યાદી છે તેમજણાવીને તેમાથી માત્ર પ0 વચન પૂર્ણ કર્યાનું સાબિત કરી બતાવે તેવો પડકાર ફેંકીને કેન્‍દ્ર સરકાર ગુજરાતનાં ગરીબ, મજુર લોકોનું શોષણ કરી ભયભીત બનાવતા શાસન ચલાવી રહી છે. ત્‍યારે હવે લોકોમાં લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ સિવાય કોઈ બીજો વિકલ્‍પ નથી અને ગુજરાતની તમામ ર6 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થશે તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો.