Main Menu

ચિત્તલમાં કબ્રસ્‍તાનની દીવાલ બનાવવા માટે ખોદકામ દરમિયાન મસમોટું ભોંયરૂ દેખાયું

ભોંયરામાં 8 ફુટનું મૈયત નજરે ચડતાં સૌ કોઈ દોડી ગયા

ચિત્તલમાં કબ્રસ્‍તાનની દીવાલ બનાવવા માટે ખોદકામ દરમિયાન મસમોટું ભોંયરૂ દેખાયું

વડીલોએ 100 વર્ષ પુરાણી કબર હોવાનું જણાવ્‍યું

અમરેલી, તા.1ર

ચિતલ ગામે આવેલસુન્‍ની મુસ્‍લિમ સમાજના કબ્રસ્‍તાનનો વિવાદ શાંત થતાં આજ સવારથી કબ્રસ્‍તાનની દિવાલ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં જેસીબીથી પાયા બનાવવા માટે ખોદકામ કરવામાં આવતું હોય તે દરમિયાન ત્‍યાં એક ભોંયરૂ સામે આવ્‍યું હતું બાદમાં ત્‍યાં ઉભેલા લોકોને જાણ કરતા ત્‍યાં ઉભેલા લોકો ત્‍યાં દોડી આવ્‍યા હતા. અને ભોંયરાની અંદર તપાસ કરતા અંદર સફેદ કપડામાં વિટાયેલ 8 ફુટ લબાઈ જેટલું એક મૈયત સામે આવ્‍યું હતું.

ચિતલ ગામે રહેતા રજાકભાઈએ જણાવ્‍યું હતું કે અમને ખબર પડતા પહેલા અમે દીદાર કર્યા હતા. અને 8 ફુટ લાંબુ મૈયત જોતા અને ઉપર રાખવામાં આવેલ સફેદ કલરનું કાપડ જે કાપડમાં એક દાગ પણ નો હોય તેવું ચોખ્‍ખું કપડું હતું. બાદમાં અમારા વડીલોને આ કબર વિશે પુછતાં વડીલોએ એવું જણાવ્‍યું હતું કે આ કબર 100 વર્ષ જુની છે. જયારે આ બાબતની જાણ ગામ લોકોને થતાં મોટી સંખ્‍યામાં લોકો દીદાર માટે ઉમટી પડયા હતા.

બાદમાં મુસ્‍લિમ સમાજના મોટાબાપુઓ પણ ચિતલ ખાતે આવ્‍યા હતા. અને આ ભોંયરાને પાછું બુરી દેવામાં આવ્‍યું હતું હવે બે દિવસ બાદ પાછું ખોલવામાં આવશે લોકો માટે દીદાર કરવા તેમ બાબરાના શોએબબાપુએ જણાવયું હતું. હાલ તો ચિતમાં મોટું કુતુહુલ સર્જાયું હતું.



« (Previous News)