Main Menu

વડીયામાં આનાવારી કરવામાં દે ધનાધન કરનાર સામે રોષ

ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કસુરવાન બાબુઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી

વડીયામાં આનાવારી કરવામાં દે ધનાધન કરનાર સામે રોષ

ગ્રામ સેવક, વિસ્‍તરણ અધિકારી, નાયબ મામલતદાર સહિતનાં બાબુઓ સામે કાર્યવાહીની માંગ થઈ

કલેકટરને પત્ર પાઠવીને બેદરકાર કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરતાં તંત્રમાં ફફડાટ

અમરેલી, તા. 11

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કલેકટરને પત્ર પાઠવીને વડીયા પંથકમાં આનાવારી કરવામાં દે ધનાધન કરનાર બાબુઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરતાં ખળભળાટ મચી ગયો છે.

પત્રમાં જણાવેલ છે કે, વડીયા તાલુકાની વર્ષ ર018-19ની કરવામાં આવેલ આનાવારીની વિગતો મારા ઘ્‍વારા માંગવામાં આવેલ. ગામવાર કરવામાં આવેલ આનાવારીની વિગતો મામલતદાર વડીયા ઘ્‍વારા તેઓના તા. ર8/11/18નાં પત્રથી મોકલવામાં આવેલ છે જેની નકલ આ સાથે સામેલ છે. સદર પત્રમાં દર્શાવેલ માહિતીની વિગતો ચકાસતા આનાવારી કરનાર અધિકારી/કર્મચારીઓ ઘ્‍વારા તેઓની ફરજ પ્રત્‍યે નિષ્‍કાળજી દાખવી આનાવારીની કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવામાં           આવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, વડીયા તાલુકાના 4પ ગામોની આનાવારી કરવા માટે મામલતદાર ઘ્‍વારા ગ્રામ સેવક,વિસ્‍તરણ અધિકાર તથા નાયબ મામલતદાર એમ મળી કુલ 10 કર્મચારીઓને દરેકને ચાર-પાંચ ગામોની આનાવારીની કામગીરી સોંપવામાં આવેલ. તેઓ તરફથી જે આનાવારી થયેલ છે તેમાં ગંભીર પ્રકારની ગેરરીતિ કરી ખેડૂતોના હિત સાથે ચેડા કરેલ છે અને સરકારના મહેસુલ વિભાગના તા. 6/7/1979ના ઠરાવની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરેલ છે. આ કર્મચારીઓ ઘ્‍વારા નિયમોનુસાર આનાવારી કરવામાં આવેલ નથી ફકત કચેરીમાં બેસીને પેપર વર્ક કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

એમ.બી. પટોળીયા નાયબ મામલતદારને સોંપવામાં આવેલ ગામ ખજુરી, ખજુરી પીપળીયા, મેઘા પીપળીયા, તરઘરી.

ઉકત વિગતે ગામો ફાળવેલ છે જેમાં પાક અખતરાના નમૂનામાં તમામ ગામોમાં નીચે મુજબ વિગતો ભરેલ છે. નમૂના તરીકે એક ગામની વિગતો રજૂ કરેલ છે. જેમાં (1) ગામનું નામ મેઘાપીળીયા, (ર) સર્વે નંબર : -, (3) પાક કાપણી અખતરો કરનાર અધિકારીનું નામ અને હોદો :-, (4) પાક કાપણી અખતરા માટે લીધેલ પાકનું નામ : -, (પ) પાક કાપણી અખતરા કર્યાની તારીખ : 1ર/10/ર018, (6) ખેતીનું ધોરણ : -, (7) સંબંધિત પાકની જીલ્‍લાની ધોરણસર ઉપજ : -.

વધુમાં જણાવેલ છે કે, ઉકત વિગતે ક્રમ નં. ર, 3, 4, 6, 7 આ મહત્‍વના કોલમો તમામ ગામોના ખાલી રાખેલ છે. તેમજ સદરનમૂનામાં દર્શાવેલ પત્રક-1 ખાલી તથા પત્રક-રમાં સર્વસંમતિથી 4.3 આની પાકના અખતરાનું પ્રોસીડીંગ કરવામાં આવે છે. જેના પાક આનાવારીની વિગતના પત્રકમાં 4.3 આની તથા પાકની વિગતો અંગેના તમામ પત્રકમાં ખાલી રાખેલ છે અને પાકના અખતરામાં જણાયેલ ઉતારાના પરિણામના તમામ નમૂનામાં 4.3 આની દર્શાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમુક ગામોમાં પાક અખતરો કરનારનું નામ લખેલ છે તથા પાકમાં મગફળી, કપાસ દર્શાવેલ છે અને સર્વસંમતિથી એવું લખવામાં આવેલ છે. સર્વસંમતિ નામનો શબ્‍દ પ્રયોગ તમામ જગ્‍યાએ કરવામાં આવેલ છે પરંતુ આવો ગેરકાયદેસરનો સર્વસંમતિ નામનો શબ્‍દ લખીને આનાવારીની કામગીરી કાગળ ઉપર ગેરકાયદેસર રીતે પૂરી કરેલ છે. પાક અખતરા અંગે નિયત નમૂનો અને નિયત પ્રોસીડીંગના જે નમૂનાઓ સરકાર ઘ્‍વારા કરવામાં આવેલ છે જે દરેક નમૂનામાં ખેતર ઉપર સ્‍થળે જઈને અખતરામાં જણાયેલ ચોકકસ વિગતો નમૂનાના દરેક પત્રકમાં ભરવાની હોય છે. પરંતુ એક જ પઘ્‍ધતિથી તમામ ગામોની કામગીરી પૂરી કરવામાં આવેલ છે જે કૃત્‍ય ફકત કાગળ ઉપર હોવાનું પ્રથમ દ્રષ્‍ટિએ જણાઈ આવે છે.

વધુમાં જણાવેલ છે કે, આનાવારી કમિટીના ચેરમેન ઘ્‍વારા ગામવાર કરવામાં આવેલ આનાવારી માટેના નિયત નમૂનામાં જરૂરી વિગતો ભરવામાં આવેલ છે. જેમાં ગામનુંનામ અને પાકના અખતરા કર્યાની તારીખ લખવામાં આવેલ છે. જે ખેતરમાં પાક અખતરા કરવામાં આવેલ છે તેનો સર્વે નંબર લખવામાં આવેલ નથી. કયા પાકના અખતરા કરેલ છે તે પાકનું નામ લખવામાં આવેલ નથી, કયા અધિકારી તરફથી પાક અખતરા કરેલ છે, તેમનું નામ લખેલ નથી. વાવેતર કરેલ પાકની ઉપજ કેટલી છે તેની વિગતો લખેલ નથી. આમ નમૂનામાં જણાવેલ તમામ કોલમો ખાલી રાખેલ છે અને તમામ 4પ ગામોમાં સર્વસંમતિથી ચાર આની ઉપર આંકડાઓ લખેલ છે જે આનાવારી ગેરકાયદેસર રીતે કરેલ છે. કારણ કે પાકના અખતરા આનાવારી કમિટીની રૂબરૂમાં કરવામાં આવતા હોય છે અને સરકારની જોગવાઈ મુજબ તમામની રૂબરૂમાં પાકની ખરેખર થયેલ ઉપજના આધારે આનાવારીની ટકાવારી લખવાની હોય છે. જયારે વડીયા તાલુકાના તમામ ગામોમાં એક જ પઘ્‍ધતિથી ફકત કચેરીમાં બેસીને કાગળ ઉપર જ આનાવારી કરવામાં આવેલ છે.

નિયત નમૂનામાં પાકની વિગતના દરેક કોલમોમાં કોઈ વિગતો ભરેલ નથી અને ફકત સર્વ સંમતિ લખી આનાવારી કામગીરી કાગળ ઉપર પૂર્ણ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, મામલતદાર વડીયા ઘ્‍વારા મહેસુલ તથા પંચાયતના કર્મચારીઓને આનાવારીની સોંપવામાં આવેલ કામગીરી પ્રત્‍યે આ કર્મચારીઓએ ગંભીર પ્રકારની નિષ્‍કાળજી સેવેલ છે અને સમગ્ર તાલુકાની કરવામાંઆવેલ આનાવારીની સુપરવિઝનની જવાબદારી મામલતદારની હોવા છતાં તેઓ તરફથી પણ કોઈ લક્ષ આપવામાં આવેલ નથી અને ફરજમાં નિષ્‍કાળજી દાખવેલ છે અને સરકારના ઈશારે તમામ ગામોની ચારઆની ઉપર આનાવારી કરી ખેડૂતોને ન પૂરી શકયા તેવું નુકશાન કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોના હિત માટેની મહેસુલ વિભાગના કાયદા નિયમો અને હુકમોથી ઠરાવેલ પઘ્‍ધતિ મુજબ ઉકત કર્મચારીઓએ આનાવારી નહીં કરતા તમામે એકસંપ કરીને મેળાપીપણાથી પાક અખતરાની કામગીરી એક જ પઘ્‍ધતિથી કરેલ છે. તેનાથી પણ ખ્‍યાલ આવશે કે આ કર્મચારીઓ કેટલી હદે ખેડૂત વિરોધ કામગીરી કરી શકે છે.

વધુમાં જણાવેલ છે કે, વડીયા તાલુકામાં મહેસુલ તથા પંચાયતના કર્મચારીઓ ઘ્‍વારા અનાવારી કરવામાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવેલ છે તેની તપાસ કરાવી જવાબદાર તમામ સામે મહેસુલ વિભાગ ઠરાવેલ પઘ્‍ધતિથી પાકની આનાવારી નહીં કરતા પોતાની મનમાની કરેલ હોય તમામ અધિકારી/કર્મચારીઓ તથા આનાવારી કમિટીની સમગ્ર ટીમ તેમજ તાલુકાના નિયંત્રત અધિકારી તરીકે મામલતદાર વિગેરેએ સાથે મળીને ખેડૂતોના હિત સાથે ગુનાહિત કૃત્‍ય કરેલ હોય અને પોતાની ફરજ પ્રત્‍યે ખૂબ જ નિષ્‍કાળજી દાખવેલ હોય જવાબદાર તમામ સામે ખાતાકીય રાહેલ કાયદેસરની કાર્યવાહી તુરત જ થવા અંતમાંમાંગ કરેલ છે.



(Next News) »