Main Menu

અમરેલી પાલિકાનાં 178 રોજમદાર કર્મચારીઓનાં ચુલા જલતા રાખવા આખરે સફળતા મેળવી

રોજમદાર કર્મચારીઓનાં ઘરે લાપસીનાં આંધણ મુકાયા

અમરેલી પાલિકાનાં 178 રોજમદાર કર્મચારીઓનાં ચુલા જલતા રાખવા આખરે સફળતા મેળવી

પાલિકા પ્રમુખ જયંતિ રાણવાને સફળતા મળી

અમરેલી, તા. 11

અમરેલી નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓને છુટા કરવા પ્રાદેશિક નિયામક (નગરપાલિકા) ઘ્‍વારા આદેશો થતાં નગરપાલિકા વર્તમાન પ્રમુખ જયંતિભાઈ રાણવા તથા શાસક પક્ષના ચૂંટાયેલ તમામ સદસ્‍યો, શહેરના વિકાસમાં હંમેશા ચિંતિત પી. પી. સોજીત્રા, સફાઈ કર્મચારીઓના મંડળના અગ્રણીઓ અરવિંદભાઈ સીતાપરા, કે.કે. વાળા, પૂર્વ પ્રમુખ રફીકભાઈ મોગલ, નરેશભાઈ અઘ્‍યારૂ તથા અગ્રણીઓએ આ સફાઈ કર્મચારીઓના જીવન નિર્વાહ છીનવાઈ ન જાય તે માટે જિલ્‍લાનાસામાજિક, રાજકીય અગ્રણીઓ દિલીપભાઈ સંઘાણી, પરેશભાઈ ધાનાણી, મનહરભાઈ ઝાલા તથા અમરેલીના સાસંદ નારણભાઈ કાછડીયા વિગેરેને રજુઆતો કરી દુષ્‍કાળના વર્ષોમાં આવા નિર્ણયો રદ થાય તેવી માંગણી સરકારના જવાબદાર વિભાગોમાં કરતા આ અંગે આજરોજ સુખદ નિર્ણય જાહેર થયેલ છે. અને ઉપરોકત 178 સફાઈ કામદારોને તત્‍કાલ અસરથી જ છુટા ન કરવાનો જરૂરી આદેશ ચીફ ઓફીસર અમરેલીને થતાં આ અંગે આજરોજ કર્મચારીઓના ઘરમાં લાપસીના આંધણ મુકાયા છે. અને આ નિર્ણયથી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવાની રજુઆત સફળ થતાં આનંદની લાગણી ફેલાયેલ છે. તેમ એક યાદીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શકીલબાપુ સૈયા તથા પંકજભાઈ રોકડે જણાવ્‍યું છે.