Main Menu

બગસરામાં વિદેશી દારૂની મહેફીલ માણતા 3 શખ્‍સોની અટકાયત

રૂપિયા 40 હજારનો મુદ્યામાલ કબ્‍જે થયો

અમરેલી, તા. 11

બગસરા પો.સ્‍ટે.ના પો.સબ.ઈન્‍સ. ડી. કે. સરવૈયા તથા પોલીસ સ્‍ટાફ ર્ેારા મળેલ બાતમીનાં આધારે બગસરા-જેતપુર રોડે મેઘાણી આવાસની પાછળ ખુલ્‍લી જગ્‍યામાં અમુક ઈસમો પરપ્રાંતીય દારૂની મહેફીલ કરતા હોય જયા રેઈડ કરતા પરપ્રાંતીય ઈંગ્‍લીશ દારૂની મહેફીલની ચીજ વસ્‍તુ સાથે કેફીપીણુ પીતા ત્રણ ઈસમો (1) ભાવેશપરી ધીરજપરી ગૌસ્‍વામી (ર) ઈરફાનભાઈ ગફારભાઈ (3) દીલીપભાઈ રૂપસીંગભાઈ પરમારમહેફીલની ચીજવસ્‍તુ તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની ખાલી બોટલ તથા મોબાઈલ નંગ-3 મળી કુલ રૂા.40,400 ના મુદ્યામાલ સાથે પકડાયેલ તેમજ મજકુર ઈસમ ભાવેશપરી ધીરજપરી ગૌસ્‍વામીનાં ભોગવટાના રહેણાંક મકાનની પાછળ પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઈંગ્‍લીશ  દારૂની બોટલ નંગ-6ની કિં.રૂા.1800 ના મુદ્યામાલ સાથે પકડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી પોલીસઅધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના તેમજ ના.પો.અધિ. જે. કે. ચૌધરીના માર્ગદર્શન મુજબ બગસરા પો.સ્‍ટે.ના પો.સબ.ઈન્‍સ. તથા પોલીસ સ્‍ટાફ પો.કોન્‍સ. રોહિતભાઈ પરમાર તથા પો.કોન્‍સ. રાજદિપસિંહ સરવૈયા તથા પો.કોન્‍સ.સુરેશભાઈ ધાધલ તથા પો.કોન્‍સ. યોગેશભાઈ પરમાર ર્ેારા કરવામાં આવેલ છે.