Main Menu

આંબા ગામેથી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી તથા આથો અને સાધનો મળી આવ્‍યા

પુંજાપાદર ગામનાં શખ્‍સની કરી અટકાયત

અમરેલી, તા. 11

લીલીયા તાલુકાનાં પુંજાપાદર ગામે રહેતા સંજય ઉર્ફે ભલો નાથાભાઈ જાસલીયા નામનો શખ્‍સ આજે બપોરે લીલીયા તાલુકાનાં આંબા ગામે આવેલ શેત્રુંજી નદીનાં પટ્ટમાં બાવળની કાટમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચલાવતો હોય લીલીયા પોલીસે દરોડો પાડી ભઠ્ઠીનાં સાધનો, દેશી દારૂ લીટર-38 તથા આથો 1પ0 લીટર તથા મોટર સાયકલ મળી કુલ રૂા.136પ0નાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.