Main Menu

મેરીયાણા ગામની સીમમાં સામાન્‍ય બાબતે ખેડૂત આધેડને માર મારી ઈજા

પાણીનાં કનેકશન ફેરવવા બાબતનાં મનદુઃખે બન્‍યો બનાવ

અમરેલી, તા. 11, સાવરકુંડલા તાલુકાનાં દોલતી ગામે રહેતાં અને મેરીયાણા ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતાં ગોબરભાઈ જેરામભાઈ વાઘમસી નામનાં ખેડૂત આધેડને દોલતી ગામે રહેતાં દડુભાઈ લખુભાઈ ચાંદુએ મેઈન લાઈનમાંથી ફેરવી લેવાનું કહેલ પરંતુ આ ખેડૂતને મજુર નહી મળતાં તે પાણીની લાઈનનું કનેકશન ફેરવી નહી શકતા તે વાતનું મનદુઃખ રાખી દોલતી ગામે રહેતા દાદુભાઈ નાથાભાઈ ચાંદુ, દડુભાઈ લખુભાઈ ચાંદુ, રવિભાઈ અમરૂભાઈ રાઠોડ તથા ભગાભાઈ નાથાભાઈ જીકાદ્રાએ ખેડૂતની વાડીએ જઈ પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે મુંઢમાર મારી અને ફરિયાદ કરીશ તો મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ સા.કુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.