Main Menu

નાગેશ્રી ગામનાં યુવકને પોલીસે પુછપરછ માટે બોલાવતાં લાગી આવતાં ગળાફાંસો ખાધો

કાકાની વાડીએ જઈ ઓસરીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા. 11

જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે રહેતાં લાલજીભાઈ ભીમભાઈ રાઠોડ નામનાં 30 વર્ષિય યુવકને ચોરીનાં બનાવ અંગે પુછપરછ માટે બોલાવતાં અને પોતે નિર્દોષ હોય જેથી લાગી આવતા પોતાની મેળે પોતાના કાકાની વાડીએ જઈ ઓસરીમાં ઠેલ સાથે દોરી બાંધી પોતાની મેળે  ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું નાગેશ્રી પોલીસમાં જાહેર થવા પામેલ છે.