Main Menu

સા.કુંડલામાં કપાસની ગાંસડીનાં રૂપિયા ન આપનારની વચ્‍ચ ગાળાની જામીન અરજી રદ

રૂપિયા 96 લાખ જેવી રકમની ઉચાપતનો આરોપ

અમરેલી, તા. 11

અમદાવાદ ગામે રહેતાં જીતેશભાઈ રમેશભાઈ ગાજરીયા નામનાં વેપારીએ સાવરકુંડલા ગામેથી જીનીંગમાંથી રૂા96,10,6ર6 ખરીદયા બાદ તે રકમ જીનીંગ મીલનાં માલીકને નહી ચુકવી વિશ્‍વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં પોલીસે ધોરણસર કાર્યવાહી કરી તેમની અટક કરી જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપેલઅને તે હાલ અમરેલી જિલ્‍લા જેલમાં હોય,

જેથી તેઓએ પોતાના અંગત કારણોસર વચગાળાનાં જામીન મેળવવા માટે અત્રેની કોર્ટમાં અરજી કરતાં એડીશ્‍નલ સેસન્‍સ જજ શ્રીએન. પી. ચૌધરીએ અરજદાર જીતેશભાઈની વચ્‍ચ ગાળાની જામીન અરજી નામંજુર કરી હતી.