Main Menu

ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં પતંગ વિતરણ   

ડુંગર ગામે ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર દ્વારા ડુંગર, નેસડી, સાજણાવાવ, રાભડા, ડુંગરપરડા, જીંજકા, માંડળ, ડોળીયા, છાપરી જેવા અનેક ગામડાઓમાં પતંગ વિતરણ સ્‍કૂલમાં કરવામાં આવ્‍યું 3 વર્ષ અંબરીષભાઈ દ્વારા બાળકો સાથે રાખી તહેવાર મનાવે છે. ગઈકાલે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્‍તારનાં ગામડાઓમાં પણ પતંગ વિતરણ કરવામાં આવેલ, 3 વર્ષથી મકરસંક્રાંતિનો તહેવાર બાળકો સાથે ઉજવે છે. ધારાસભ્‍ય નોતા છતાં તેમને તેમની પરંપરા ચાલુ રાખી. અને તાજેતરમાં નોટબંધીમાં પણ રાજુલા આજુબાજુના વિસ્‍તારના લોકો માટે ચા – પાણી અને નાસ્‍તાના સ્‍ટોલ પણ ઉભા કરવામાં આવ્‍યા હતા.