Main Menu

રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ગફારભાઈ કુરેશી વિદ્યાસભા સ્‍કૂલની શુભેચ્‍છા મુલાકાતે  

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત વિદ્યાસભા સ્‍કૂલની મુલાકાતે આજરોજ વૃક્ષપ્રેમી, રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ગફારભાઈ કુરેશી પધાર્યા હતા. જેઓએ પર્યાવરણના રક્ષણ માટે કરોડો વૃક્ષો દેશમાં વાવવાની પ્રેરણા પુરી પાડી છે. તેવા ગફારભાઈ કુરેશીનું સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ

પટેલે ભાવભર્યુસ્‍વાગત કર્યુ હતું. પ્રકૃતિના જતન માટે જેમણે અથાક પ્રયત્‍ન કર્યો છે તેવા ગફારભાઈ કુરેશી તાલાળા તાલુકાના નાનકડા રમળેચી ગામના વતની છે. જે ગામ આજે વિશ્‍વના ફલક પર પહોંચ્‍યું છે. જેઓ 391 એવોર્ડથી સન્‍માનીત થયા છે. રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રના અનેક પુરસ્‍કારો પ્રાપ્‍ત કર્યા છે. આજે સંસ્‍થાના વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણી અને તેનું મહત્‍વ સમજાવ્‍યું હતું. જેઓ પર્યાવરણની જંગમ યુનિવર્સિટી છે. ભારતના ભાવિ નાગરીકોને પર્યાવરણના જતન માટે જાગૃત થવા હાકલ કરી હતી. સંસ્‍થામાં ખૂબ જ હરીયાળા વૃક્ષો જાઈને પોતે સ્‍વજનોને મળતા હોય તેવો આનંદ વ્‍યકત કર્યો હતો. તેમની મુલાકાત સૌ સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી રહી હતી.



« (Previous News)