Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : અમરેલી નિવાસી ઔદિચ્‍ય ખરેડી સમવાયના અને બ્રહ્મસમાજના અને જિલ્‍લા પંચાયત અમરેલીના આરોગ્‍ય શાખાના નિવૃત નાયબ ચિટનીશ અરૂણભાઈ ભાનુશંકર જોષી તે સુનીલભાઈ, રૂપાબેન, પ્રિયાબેન અને અમીબેનના પિતાજી અને હેમાંગ અને મીતના દાદા તેમજ દિલીપભાઈ, કિરીટભાઈ, પંકજભાઈ, કુમુદબેન, દેવીબેન, સરોજબેનના ભાઈ તેમજ દેવાંગ અને વેદાંતના મોટા બાપુજી અને આશાબેનના કાકાનું તા.11/1ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.1ર/1ને શનિવારના રોજ સાંજે 4 થી 6સુધી અમારા નિવાસસ્‍થાન સુધરાઈ કોલોની, બ્‍લોક નં.-6, સિવિલ હોસ્‍પિટલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : હીરાબેન બાબુભાઈ કારેલીયા (ઉ.વ.81)નું તા.10/1ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.1ર/1ને શનિવારના રોજ સાંજે 4 થી 6 મારૂતિ નગર, શેરી નંબર-ર, બાપુના આશ્રમ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે. તે મનસુખભાઈ તથા રમેશભાઈના માતુશ્રી થાય.

સાવરકુંડલા (મહુવા) : સૌરાષ્‍ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કિરીટકુમાર રામશંકર પંડયા (મહુવા) (ઉ.વ.પ8)નું તા.11/1ના રોજ અવસાન થયેલ છે. તેઓ સાવરકુંડલા નિવાસી ભાનુશંકર ભીખાલાલ વ્‍યાસના જમાઈ તેમજ રમેશભાઈ કે. પંડયાના સાઢુભાઈ અને રમેશભાઈ જે. ઉપાઘ્‍યાયના ભાણેજ થાય છે. તેમની સંયુકત સાદડી તા.1ર/1ને શનિવારના રોજ 4 થી 6 તેમના નિવાસસ્‍થાન 68/એ, ભભહરસિઘ્‍ધિભભ, ચંદ્રમૌલિ સોસાયટી, ફોરેસ્‍ટ ઓફિસ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

રાજુલા : રાજુલા નિવાસી ગોગનભાઈ ભાણાભાઈ ખાંભલા (ઉ.વ. 38) નું દુઃખદ નિધન થયેલ છે જે નાનાભાઈ અને સોમાતભાઈ તેમજ નાજભાઈના કાકા થાય તથા કાળાભાઈ અને પ્રવિણભાઈના ભાઈ થાય તેમનું બેસણું તા. 1ર/1/18નાં રોજ તેમના નિવાસસ્‍થાને કુંભારવાડામાં રાખેલ છે.

સાવરકુંડલા : દાઉદી વ્‍હોરા મરણ : અમીનાબેન મ. ફખરુદીનભાઈઅમીજીભાઈ વેજલાની તે બદરુદીનભાઈ જીવાજીભાઈ સરધારવાળાની દીકરી અને તાહેરીભાઈ, દુરૈયાબેન (ગોંડલ, સકીનાબેન (મહુવા), ફાતેમાબેન (જામનગર)ના માતાજી તથા અલફિયાબેન (જામનગર)ના દાદીમાંનું તા. 11/1/19ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. મરહુમાની જિયારત તથા ચહેલુમની સીપારા તા. 13/1/19ને રવિવારના રોજ સવારે 11 કલાકે ઈઝજી મસ્‍જિદ સાવરકુંડલા મુકામે રાખેલ છે.