Main Menu

નરેન્‍દ્ર મોદીએ જનરલ કેટેગરીવાળાનો હાથ ઝાલ્‍યો : ડો. ભરત કાનાબાર

જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારનું નિવેદન

નરેન્‍દ્ર મોદીએ જનરલ કેટેગરીવાળાનો હાથ ઝાલ્‍યો

10% અનામતનો ખરડો 4 1/ર વર્ષ પછી મોદી લાવ્‍યા તે માટે તેનો વિરોધ કરનારા વિપક્ષો ભુલી જાય છે કે દેશની જનતાએ ભાજપને પ વર્ષ સરકાર ચલાવવાનો મેન્‍ડેડ આપ્‍યો છે

અમરેલી, તા. 10

કેટલાંક ઐતિહાસિક તથ્‍યો અને સામાજીક વાસ્‍તવિકતાને ઘ્‍યાનમાં લઈ ડો. બાબાસાહેબ આંબેડકરના

માર્ગદર્શનમાં, ભારતની બંધારણસભાએ શિક્ષણ અને નોકરીમાં જ્ઞાતિ આધારિત અનામત પ્રથાને ભારતના સંવિધાનમાં સામેલ કરી. શેડયુલ કાસ્‍ટ (એસસી) અને શેડયુલ ટ્રાઈબ (એસટી) માટે ર0% અનામતની જોગવાઈ કરવામાં આવી. 1978માં કેન્‍દ્ર સરકારે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત સમાજોની સ્‍થિતિનો અભ્‍યાસ કરવા મંડલ કમિશનની રચના કરવામાં આવી. 31 ડીસેમ્‍બર 1980ના રોજ આ કમિશને આવા જ્ઞાતિ સમાજો (ઓબીસી) માટે, ર7 % જગ્‍યાઓ અનામત રાખવાની ભલામણ કરી. પરંતુ, ત્‍યારપછી કેન્‍દ્રની સત્તામાં આવેલ કોંગ્રેસના વડાપ્રધાન ઈન્‍દીરા ગાંધી અને ત્‍યારબાદ રાજીવ ગાંધીએ આ રીપોર્ટને અભેરાઈએ ચડાવી દીધો અને તેને અમલમાં મુકવા કોઈ કાર્યવાહી કરી નહીં.આમ, ઓબીસી સમાજની કોંગ્રેસે ઉપેક્ષા કરી અને આ સમાજને ન્‍યાય મળે તે માટે મંડલ પંચને અમલમાં મુકવાની કોઈ હિલચાલ કરી નહીં.

ત્‍યારપછી સત્તામાં આવેલ તે વખતના વડાપ્રધાન વી.પી. સીંઘે 7 ઓગસ્‍ટ 1990ના દિવસે આ મંડલ પંચની ભલામણનો સ્‍વીકાર કરી તેને કેન્‍દ્રમાં લાગુ કરવાની સંસદમાં જાહેરાત કરી. તે વખતે સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશને મંડલ પંચની ભલામણો સ્‍વીકારવાના વી.પી. સીંઘ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટની પ જજોની બેંચે 1 ઓકટોબર 1990ના રોજ ઓબીસી રીઝર્વેશનના અમલ સામે સ્‍ટે આપ્‍યો. 1991માં વી. પી. સીંઘ સરકારનું પતન થતાં, કેન્‍દ્રમાં ફરી કોંગ્રેસ સત્તામાં આવી અને એ વખતના વડાપ્રધાન નરસિંહ રાવે તે નિર્ણયમાં ર સુધારા કર્યા અને અગાઉની ર7% અનામત ઓબીસી માટે એમને એમ રાખી, વધારામાં 10 % અનામત, આર્થિક રીતે નબળા વર્ગો માટે એમ કુલ 37 % નવી અનામતનો નિર્ણય કર્યો. આ મામલાને સુપ્રીમ કોર્ટની 9 જજોની બનેલ બંધારણ બેન્‍ચે સાંભળ્‍યો અને 199રમાં 6 વિરૂઘ્‍ધ 3 જજોની બહુમતિથી ઠરાવ્‍યું કે બંધારણના આર્ટીકલ 16(4) મુજબ પછાતપણાનો આધાર માત્ર જ્ઞાતિ ગણાય અને આર્થિક પરિસ્‍થિતિને પછાતપણાના આધાર તરીકે લઈ શકાય નહીં. અનામત કોઈપણ સંજોગોમાં પ0 %થી વધવી ન જોઈએ અને પછાતસમાજોમાં પણ સાધન સંપન્‍ન અને સુખી (ક્રીમી લેયર)ને અનામતના લાભોમાંથી બાકાત રાખવા જોઈએ. ત્‍યારપછી પણ અનેક રાજય સરકારોએ આ મર્યાદાને ઓળંગી સ્‍થાનિક સમાજોને અનામત આપવાનો પ્રયાસ કર્યો છે પણ તે તમામ રાજયોના આવા નિર્ણયોનો સુપ્રીમ કોર્ટે ઠરાવેલ ઉપરોકત મર્યાદાને કારણે કોર્ટોએ રદ ઠરાવ્‍યાં છે.

એસસી, એસટી અને ત્‍યારપછી ઓબીસીની આ અનામતના અમલથી સમયાંતરે બાકી રહી જતી જ્ઞાતિઓમાં તેમને અન્‍યાય થાય છે તેવી લાગણી ઉભી થઈ જેને કારણે કે એક નવા પ્રકારના સામાજીક તનાવને જન્‍મ આપ્‍યો. જ્ઞાતિને આધાર બનાવી અનામત આપવાની વાતમાં વજુદ હોવાની સાથે સાથે અનામતમાં સમાવેશ ન થતી અન્‍ય જ્ઞાતિઓમાં પણ આર્થિક અસમાનતાને કારણે જ્ઞાતિઓના આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્‍થાન માટે આજ પ્રકારની અનામત ઉભી થવી જોઈએ તેવો વિચાર સમાજમાં વહેતો થયો. લોકોની આ અપેક્ષા પુરી કરવા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈએ બીડું ઝડપ્‍યું છે.

અગાઉ પ0%ની મર્યાદાની બહાર જનાર અનેક રાજય સરકારોના ખરડાઓને અને ભૂતકાળમાં નરસિંહરાવ નીચેની કેન્‍દ્ર સરકારના 10 % અનામતના નિર્ણયને કાયદાની બહાલી મળી નથી. પણ આ વખતે કેન્‍દ્રની ભાજપ સરકારે એને બંધારણીય સુધારાનું (1ર4મો સુધારો) સ્‍વરૂપ આપી સંસદના બન્‍ને ગૃહોમાં ર/3 બહુમતિથી પસાર કરેલછે. ત્‍યારે કાયદાની કસોટીમાં તે માન્‍ય રહેશે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે.

આમ આઝાદીના 70 વર્ષ પછી જનરલ કેટેગરીના લોકોનો હાથ નરેન્‍દ્રભાઈએ ઝાલ્‍યો છે. તેમના આ શુભ ઈરાદાને વધાવવાને બદલે કોંગ્રેસ અને વિપક્ષો પાણીમાંથી પોરા કાઢી રહયા છે. ભુતકાળમાં કોંગ્રેસના જ નરસિંહ રાવે આ 10% અનામતનું બીલ મુકેલ અને ર004, ર009 અને ર014 એમ છેલ્‍લી 3 ચુંટણીમાં કોંગ્રેસે એમના ચુંટણી ઢંઢેરામાં પણ આર્થિક નબળા વર્ગો માટે અનામતનું વચન આપેલ. આમ છતાં કોંગ્રેસના નેતાઓ તેને ભભડીંડકભભ ગણાવી સંસદની બહાર વિરોધ કરી રહયા છે જયારે સંસદમાં તો તેનો વિરોધ કરવાની તેમની ત્રેવડ કે હિંમત કશું નથી.

એ જ રીતે સરકારની મુદતના 4 1/ર (સાડા ચાર) વર્ષ પછી આ ખરડો રજુ કરવાના ભાજપના નિર્ણયની વિપક્ષો ટીકા કરી રહયા છે. પણ તેમને ખબર હોવી જોઈએ કે ભારતની જનતાએ ભાજપને પ વર્ષ શાસન કરવાનો મેન્‍ડેડ આપ્‍યો છે. પ0 ઓવરની મેચમાં કે ટવેન્‍ટી-ટવેન્‍ટીમાં છેલ્‍લે થોડી ઓવરો બાકી હોય ત્‍યારે બેટસમેન રન લેવાનું બંધ કરે કે ચોકકા-છકકા મારે ? આતો હજુ ટ્રેલર છે, પીકચર અભી બાકી હૈ. હજી ઘણાં ચોકકા-છકકા માટે વિપક્ષો તૈયાર રહે અને સાચી દાનતથી ફીલ્‍ડીંગ કરે તેવી અપેક્ષા.