Main Menu

સાવરકુંડલા પંથકનાં અસામાજિક તત્‍વો પર કાબુ મેળવો

અનેક ગામજનોએ કલેકટર, નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

સાવરકુંડલા પંથકનાં અસામાજિક તત્‍વો પર કાબુ મેળવો

દોલતીમાં રહેતા બે ભાઈઓનાં ત્રાસથી અનેક ગામજનોમાં ભયનો માહોલ

અસામાજિક તત્‍વોએ ર00 વીઘા જમીનમાં દબાણ કર્યાનું પણ જણાવાયું

અમરેલી, તા. 8

સાવરકુંડલાનાં અનેક ગામજનોએ આજે અસામાજિક તત્‍વોનાં ત્રાસનાં વિરોધમાં સાવરકુંડલા અને અમરેલીનાં ઉચ્‍ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, દોલતીમાં રહેતા શૈલેષભાઈ નાથાભાઈ ચાંદુ તેમજ દાદુભાઈ નાથાભાઈ ચાંદુ બંને ધીમે ધીમે નાના પ્રકારના ગુનાઓ તેમજ લોકોને ધાક ધમકી આપવી અને મારી નાખવાની ધમકી આપવાની શરૂઆત કરેલી અને આજુબાજુના ગામડાઓ દેતડ, ભમ્‍મર, ચીખલી, મેરીયાણા, ગોરડકા, આંબરડી, ધાંડલા, ભાક્ષી, વીજપડી, વણોટ, આગરીયા, સાવરકુંડલા, રાજુલા, ધારી વિગેરે ગામોમાં લોકોને એક આંતકનું વાતાવરણ પેદા કરવા ગામમાં જઈને ધમકીઓ આપે, નાના-મોટા પૈસાની માંગણીઓ કરે અને ના આપે તો મારામારી પણ કરે વગેરે તેની સામે અસંખ્‍ય ગુનાઓ નોંધાયેલ છે. તેમાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ર/ર016 તેમજ ગુ.ર.નં. ર3/ર014 તેમજ ગુ.ર.નં. 41/ર016 તેમજ કાપોદ્રા પોલીસ સ્‍ટેશન સુરત શહેર ગુ.ર.નં. 04/ર019વિગેરે અસંખ્‍ય ગુનાઓ સાવરકુંડલા રૂરલ તેમજ અમરેલી જીલ્‍લાનાં અન્‍ય તાલુકામાં પણ તેની વિરૂઘ્‍ધમાં ગુનાઓ નોંધાયેલા છે.

વધુમાં જણાવેલ છે કે, આરોપીઓ સાહેદોને તેમજ પંચોને ધાક ધમકી આપીને તેને કોર્ટમાં હોસ્‍ટાઈલ કરી નાખે છે અને તેના ડરના કારણે આજુબાજુના ગામોમાં એક આતંકનું વાતાવરણ પેદા કરેલ છે. અમારા ગામની અંદર તેમજ બાજુના ભમ્‍મર ગામમાં સરકારી ગૌચર, જંગલ ખાતાની જમીન તેમજ સરકારી જમીનો ઉપર આશરે ર00 વિઘા જમીન ઉપર ગેરકાયદેસર કબ્‍જો કરી સદર કબ્‍જા ઉપર લુખ્‍ખા તત્‍વો ભેગા કરવાના તેઓની સાથે દારૂની મહેફીલ કરવી તેમજ ગામની અંદર તેમજ આજુબાજુના ગામોમાં ભયનું વાતાવરણ પેદા કરવા, ગામોમાં લુખ્‍ખા તત્‍વોને લઈને અવર-જવર કરવી અને તમામ જાતી કે જ્ઞાતિઓના લોકો સાથે પૈસાની માંગણી કરવી તેમજ ગામની નાની દિકરીઓ ઉપર નજર બગાડી સબંધ રાખવા માંગણી કરવી અને માંગણી ના સ્‍વીકારે તો તેને ગામ વચ્‍ચે બહેનો-દિકરીઓને હેરાન કરવી તેવા ઘણા પરિવારો પોતાની ઈજજત માટે ગામ છોડી બહારગામ હિજરત કરેલ છે. અને ભમ્‍મર ગામની દોલતીની લગત આવતી ગૌચર જમીનમાં ગેરકાયદેસર ફાર્મ ઉભુ કરી લુખ્‍ખા તત્‍વોને ર4 કલાક ફાર્મ હાઉસમાં તમામ જાતની સવલતો આપી ગામની અંદર ભયનું વાતાવરણ પેદા કરે છે. અને સદર નદી કિનારેબનેલ ગેરકાયદેસર ફાર્મમાં કેમેરા લગાવેલ છે જેથી નદી કિનારે કપડા ધોવા આવતી કે સ્‍નાન કરવા આવતી બહેનો-દિકરીઓના અશ્‍લીલ વિડીયો પણ બનાવવામાં આવે છે અને બ્‍લેકમેઈલ કરી અશ્‍લીલ માંગણી કરવામાં આવે છે.

વધુમાં જણાવેલ છે કે, છેલ્‍લા 4 દિવસ પહેલા દોલતી ગામની ત્રણ વર્ષથી સીટીમાં અભ્‍યાસ કરતી દિકરીને નાની-મોટી લાલચ અને લાંબા સમયથી બદદાનતે તેની પાછળ પડી તેને ભ્રમીત કરી ફસાવી અને છેતરપીંડી કરી બદનામ કરેલ છે. અને આ રીતે નાદાન ઉંમરની સગીરવયની દિકરીને તેમજ કપટ પૂર્વકની પ્રેમજાળમાં ફસાવવા કાવતરૂ કરી તેને પાર પાડેલ છે અને તેમજ ધમકી આપીને સબંધો રાખવા દબાણ કરતા હતા. જેથી સુરત તેના કાકાના ઘરે છેલ્‍લા એક વર્ષ પહેલા મોકલી આપેલ છે તેમ છતાં સદર આરોપીઓએ ત્‍યાં પણ સગીર અવસ્‍થાને નાદાન બુઘ્‍ધિમાં આ દિકરીને ફસાવી દીધેલ છે અને સુરતથી સગીર વયની દિકરીને ફોસલાવીને લઈ ગયેલ છે અને સદર બાબતે કાપોદ્ર પોલીસ સ્‍ટેશનમાં (સુરત શહેર) ગુ.ર.નં. 04/ર019 મુજબનો ગુનો દાખલ થયેલ છે. આમ સદર આરોપીઓને કારણે અમારા ગામમાં ભયનું વાતાવરણ પેદા થયેલ છે અને ખેતી સાથે સંકળાયેલા તેમજ અન્‍ય સમાજને પણ ગામની અંદર રહેવું મુશ્‍કેલ છે. અને ધીમે ધીમે આવા લોકોને કારણે ખેડૂત વર્ગ તેમજ વેપારી વર્ગતેના ભય તેમજ તેના ડરના કારણે પોતાની સ્‍થાવર તેમજ જંગમ મિલ્‍કતો છોડીને હિજરત કરે તેવી પુરી સંભાવના છે. સદર આરોપીઓએ અગાઉ ત્રિપલ મર્ડર પણ કરેલ છે. તેમજ અમરેલી જીલ્‍લાના અલગ-અલગ તાલુકાઓમાં તેની અસામાજીક તત્‍વોનું ગૃપ બનાવીને અલગ-અલગ ગામોમાં નાની-નાની બાબતોમાં ઝગડાઓ કરવા, સ્‍થાવર મિલ્‍કતો પચાવી પાડવી, બહેન-દિકરીઓની છેડતી કરવી તેમજ ગેરકાયદેસર પૈસાની માંગણી કરવી. આમ ઉપરોકત આરોપીઓની ઉપર યોગ્‍ય કાર્યવાહી થાય અને અમરેલી જીલ્‍લામાં તેમજ સાવરકુંડલા તાલુકામાં શાંતિનું વાતાવરણ જળવાય રહે તેવી સદર ઈસમો ઉપર યોગ્‍ય કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.