Main Menu

બેન્‍ક, પોસ્‍ટ ઓફીસ, આંગણવાડી સહિતનાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા

અમરેલી જિલ્‍લામાં હજારો કામદારોમાં રોષની આંધી

લઘુત્તમ પગાર, કર્મચારીઓની ખાલી જગ્‍યા સહિત અનેક પ્રશ્‍નોનું નિરાકરણ માંગવામાં આવ્‍યું

સંગઠીત અને બિનસંગઠીત યુનિયન દ્વારા ર દિવસીય હડતાલને પ્રથમ દિવસે જબ્‍બરૂ સમર્થન

અમરેલી, તા. 8

અમરેલી જિલ્‍લામાં આજે હજારો કામદારોએ રાષ્‍ટ્રીયયુનિયનનાં ર દિવસની હડતાલને સમર્થન આપીને કામકાજથી દુર રહીને સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કર્યા હતા.

અમરેલી જિલ્‍લામાં એસબીઆઈ સિવાયની બેન્‍કો, પોસ્‍ટ ઓફીસ, આંગણવાડી વર્કર સહિતનાં યુનિયન ઘ્‍વારા રોષભેર હડતાલનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

અમરેલી, બાબરા, સાવરકુંડલા, દામનગર સહિત તમામ તાલુકા મથકોએ કામદારોએ હડતાલને સમર્થન આપેલ હતું.

અમરેલી

આજરોજ ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓના તમામ યુનિયન અને પોસ્‍ટલ ફેડરેશન નવી દિલ્‍હીના આદેશથી જીલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફિસનાં કર્મચારીઓ કામથી અળગા રહી સજજડ હડતાલ પાડી હતી. જેના અનુસંધાને સંપૂર્ણ વ્‍યવહારો અટકી ગયેલ છે. જેમાં જીલ્‍લાના તમામ ટપાલ થેલાનું આવન-જાવન થયેલ નથી. જીલ્‍લાના કર્મચારીઓએ એક અવાજે સરકાર સમક્ષ પોતાની તમામ માંગણીઓ સંતોષવા એકતા બતાવેલ હતી. આ હડતાલ આવતીકાલ તા. 9/1/19નાં દિવસે યથાવત રહેશે. તદ.પરાંત આ હડતાલ છાવણી અમરેલી હેડ પોસ્‍ટ ઓફિસ બહાર રાખેલ છે. જેમાં ગુજરાત બેન્‍ક વર્કસ યુનિયન-અમરેલીના તમામ બેન્‍ક કર્મચારીઓ જોડાયા હતા તેમ પોસ્‍ટ/બેન્‍ક સંઘર્ષ સમિતિનાં આગેવાનોએ જણાવ્‍યું હતું.

સાવરકુંડલા

સાવરકુંડલા તાલુકા ખાતે ઓલ ઈન્‍ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્‍ડ હેલ્‍પર મહિલાઓ ઘ્‍વારા તા. 8 અને 9જાન્‍યુઆરીનાં રોજ રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલનાં એલાનનાં અનુસંધાને સાવરકુંડલા તાલુકાની તમામ આંગણવાડી હેલ્‍પર-વર્કર મહિલાઓ જોડાઈ હતી. આ હડતાલમાં આંગણવાડીની મહિલાઓએ લઘુત્તમ વેતન વધારો, કર્મચારી તરીકે માન્‍યતા આપવી તથા નિવૃત કર્મચારીઓને ઓછામાં ઓછું લઘુતમ પેન્‍શન 6000 સુધી આપવું, આઈએડીસએસનું ખાનગીકરણ કરવામાં ન આવે તેવી માંગ, બજેટ યોજનામાં તે જરૂરી અને પુરતી આર્થિક ફાળવણી કરવામાં આવે વગેરે માંગો સાથે બે દિવસની હડતાલ સાથે માંગ કરવામાં આવી છે. આ હડતાલમાં સમગ્ર તાલુકામાંથી આંગણવાડી હેલ્‍પર-વર્કર મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હડતાલ રાખી હતી.

બાબરા

બાબરામાં સેન્‍ટ્રલ બેન્‍ક, દેના બેન્‍ક સહિતની અન્‍ય બેન્‍કો તેમજ પોસ્‍ટ ઓફિસ વિવિધ માંગણીઓના મુદે હડતાલમાં ઉતરી જતાં આર્થિક તેમજ સંદેશા વ્‍યવહાર ખોરવાય ગયો હતો. જેના કારણે લોકોને ભારે મુશ્‍કેલીઓ સહન કરવાનો વારો આવ્‍યો હતો. જો કે એસબીઆઈની બેન્‍કો હડતાલમાં નહિ જોડાતા લોકોએ આંશિક રાહત અનુભવી હતી. બાબરામાં આવેલ પોસ્‍ટ ઓફિસનો સ્‍ટાફ વિવિધ પડતર માંગણીઓ મુદે કેન્‍દ્ર સરકાર સામે હડતાલ પર ઉતરી જતાં અહીં પોસ્‍ટ ઓફિસનો મોટો આર્થિક વ્‍યવહાર ખોરવાય ગયો હતો તેમજ લોકોના જરૂરી પત્ર પણ મળ્‍યા નથી જેના કારણે પારવારહાડમારી ભોગવવી પડી હતી.

બાબરામાં પોસ્‍ટ ઓફિસની હડતાલના કારણે નાની બચત, સ્‍પડ પોસ્‍ટ, રજીસ્‍ટશ સહિતની અન્‍ય સેવાઓમાં મોટી અસર જોવા મળી હતી તેમજ અહીની સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા, દેના બેન્‍ક સહિતની બેન્‍કો હડતાલમાં જોડાતા લોકોના આર્થિક વ્‍યવહાર ખોવાય ગયા હતા. જો કે એસબીઆઈની બેન્‍કો હડતાલમાં નહિ જોડાતા લોકોમાં આંશિક રાહત જોવા મળી હતી પણ અન્‍ય બેન્‍કોમાં હડતાલ હોવાથી લાખો રૂપિયાના ટ્રાન્‍ઝેકશન ખોરવાય ગયા હતા.

દામનગર

દામનગર પોસ્‍ટ સંયુકત સંઘર્ષ સમિતિ પીજેસીએ ગુજરાત સર્કલ વિવિધ માંગો સાથે બે દિવસીય હડતાલ પર તા. 8 અને 9 સુધી સંપૂર્ણ હડતાલ પર નવી પેન્‍શન સ્‍કીમ એનપીએસ સ્‍થાને જૂની સ્‍કીમ છેલ્‍લા પગાર મિનિમમ પચાસ ટકા પેન્‍શન તેમજ ફેમીલી પેન્‍શન, જીડીએસ માટે કમલેશચંદ્ર કમિટીની ભલામણોનો અમલ કરો. પોસ્‍ટલ આરએમએસએમએમએસ એડમીશન એસબી સીબીઓ એકાઉન્‍ડ સહિતની વિગતો કેડરોમાં ભરતી કરો. સીબીઆઈ તથા આરઆઈઈસીટીના અમલમાં ઉભી થતી તમામ સમસ્‍યાઓ હલ કરો, એમએસીપીમાં વેરી ગુડ બેંચ માર્ક દુર કરો, એમએસીપી/આરએમપી માટે હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટના આદેશોનો અમલ કરો, પોસ્‍ટ અને આરએમએસમાં પાંચ દિવસનું અઠવાડીયું જાહેર કરો, કેશલેશનો લાભ આપો, ટાર્ગેટ આપી કરતું શોષણ બંધ કરો, પોસ્‍ટએકતા જીંદાબાદ સાથે અનેકો માંગ કરતા પોસ્‍ટ કર્મીઓ બે દિવસીય હડતાલ પર જતાં અનેકો વહેવારો, લેવડ-દેવડ, પત્રો, ટપાલો સહિતની વ્‍યવસ્‍થાઓને ભારે અસર પહોંચી હતી.